HomeGujaratCentral Gujaratસસ્પેન્ડ કરાયેલા નેતાને ભાજપે વેલકમ કર્યું,પ્રાગજી પટેલ કમા રાઠોડ ભાજપમાં

સસ્પેન્ડ કરાયેલા નેતાને ભાજપે વેલકમ કર્યું,પ્રાગજી પટેલ કમા રાઠોડ ભાજપમાં

અમદાવાદના પૂર્વ ધારાસભ્ય પ્રાગજીભાઈ પટેલના ભાજપમાં પ્રવેશ બાદ સાણંદના પૂર્વ ધારાસભ્ય કમાભાઈ રાઠોડ પણ ભાજપમાં પ્રવેશ કરશે. વર્ષ 2017 પહેલા માંડલના પ્રાગજીભાઈ પટેલ અને કમાભાઈ રાઠોડ ભાજપના જ ધારાસભ્ય હતા. પણ વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપમાંથી ટિકિટ કપાઈ જતા પક્ષ સામે બળવો કરીને કમાભાઈ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. બીજી બાજું પ્રાગજીભાઈ પટેલે વર્ષ 2017 દરમિયાન વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ માંગી હતી.

પણ વિરમગામ બેઠક પર પક્ષ પલટો કરી આવેલા. પછી તેજશ્રી પટેલને ટિકિટ આપવામાં આવી. જેથી પ્રાગજીભાઈ પટેલ નારાજ થયા હતા. પક્ષ વિરૂદ્ધમાં કામ કરતા એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. હવે ભાજપે બંનેને પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કરવા બદલ સસ્પેન્ડ કર્યા હતા પરંતુ, હવે બંનેની ફરીવાર ઘરવાપસી કરાઈ છે. જોકે, ચૂંટણી પહેલા પક્ષ પલટાની મૌસમ શરૂ થતી હોય છે. એવામાં હવે પૂર્વ ધારાસભ્યો સક્રિય થતા ઘરવાપસી કરીને ફરી ટિકિટની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. એવું રાજકીય લોબીના સુત્રો જણાવે છે. અમદાવાદમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કમાભાઈ રાઠોડ 2017માં ટિકીટ કપાતાં અપક્ષ ચૂંટણી લડતાં ભાજપે સસ્પેન્ડ કર્યાં હતાં કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી ચર્ચા ચાલી રહી છે.પૂર્વ પ્રમુખ ભીખાભાઈ પટેલ ભાજપમાં જોડાશે. રાજકીય સુત્રો એવું પણ જણાવે છે કે, પ્રાગજીભાઈ પટેલે સી.આર. પાટીલ સાથે એક ખાસ મુલાકાત પણ કરી હતી. આ સિવાય સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી પણ અનેક લોકો ભાજપમાં જોડાઈ ગયા છે.

સાબરકાંઠા અને બનાસકાંઠામાં અનેક લોકો ભાજપમાં જોડાયાં હતાં

જયરાજસિંહ જેઓ કોંગ્રેસના મોટાનેતા હતા તેઓ ભાજપમાં આવ્યા એને બે મહિના થયા છે. એટલે ભાજપમાં જાણે જૂનાજોગીઓનો પ્રવેશોત્સવ શરૂ થયો હોય એવું ચિત્ર જોવા મળ્યું છે. ચર્ચા એવી પણ ચાલે છે કે, કોંગ્રેસના હાલના કેટલાક ધારાસભ્યો પર ભાજપની નજર છે. જોવાનું એ રહે છે કે, ક્યા મોટાનેતા ભાજપમાં આવીને રાજકીય વાવડને વેગ આપે છે. ભાજપમાં જાણે ભરતી મેળો શરૂ થયો હોય એવો માહોલ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW