વર્લ્ડ ક્લાસ સરકારી સ્કૂલને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જાણે જંગ શરૂ થયો હોય એવો માહોલ જોવા મળ્યો છે. દિલ્હી આમ આદમી પાર્ટીના નેતા મનીષ સીસોદિયા ગુજરાતના ભાવનગર શહેરની મુલાકાતે આવ્યા છે. તો બીજી બાજું ભાજપના સાંસદ દિલ્હીની સરકારી સ્કૂલે પહોંચી ગયા છે. જ્યાં કેટલાક વિસ્તારની મુલાકાત લઈને કેટલાક ચોંકાવનારા દાવા કર્યા છે. શિક્ષણક્ષેત્રે છેલ્લા થોડા સમયથી રાજકારણ રમાઈ રહ્યું છે. સામસામે આક્ષેપબાજીની જાણે મૌસમ ખીલી હોય એવો માહોલ છે.
वाह! दुनिया से ज्यादा झूठे मुख्यमंत्री@ArvindKejriwal के वर्ल्ड क्लास दिल्ली के स्कूलों की सच्चाई।अधिकतर स्कूलों की हालत यही है।स्कूल में कमरे 70,बच्चे 5000 पर्याप्त टीचर नही,स्वच्छ पानी नही।@ABPNews @ANI @ZeeNews @indiatvnews @IndiaNews_itv @JagranNews @DainikBhaskar @BJP4Delhi pic.twitter.com/xdl0GfBba5
— Ramesh Bidhuri (@rameshbidhuri) April 11, 2022
આમ આદમી પાર્ટીના દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સીસોદિયાએ ભાવનગરની ખાસ તો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાં આવતી સ્કૂલની મુલાકાત લીધી છે. તો સામે ભાજપ સાંસદ પ્રવેશ વર્મા દિલ્હીની સ્કૂલમાં પહોંચી ગયા છે. પ્રવેશ વર્માએ મોકો જોઈને વાર કર્યો હતો કે, દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સીસોદિયા બીજા રાજ્યમાં જઈને સ્કૂલની મુલાકાત કરી રહ્યા છે. પણ હું એમને મારા લોકસભા વિસ્તારમાં આમંત્રણ આપું છું. આજે દિલ્હની સરકારના વર્લ્ડ ક્લાસ સ્કૂલના વાયદાની હકીકત જુઓ. આવું કહીને તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે. પોતાનું ઘર સંભાળી શકતા નથી અને ગામને સલાહ સૂચના દેવા આ મંત્રી ચાલ્યા ગયા છે. અહીં સ્કૂલની સ્થિતિ સાવ કંગાળ છે.આ કેજરીવાલની સ્કૂલનું ચિત્ર છે. દિલ્હીના કેટલીક શાળાઓમાં હજી પણ પીવાના પાણી, ઓરડાની ઘટ છે. પ્રાથમિક સુવિધાઓના પણ ઠેકાણા નથી. દિલ્હીના શિક્ષણમંત્રી મનિષ સીસોદિયાએ જીતુ વાઘાણીના વિસ્તારની સ્કૂલ નંબર 62 હારદાનગર સ્કૂલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ કહ્યું કે, વિસ્તારની સ્કૂલની હાલત દયનીય છે. દિવાલ તૂટી ગઈ છે. મધ્યાહન ભોજન માટે બેસવા માટેની કોઈ વ્યવસ્થા નથી. તૂટી ગયેલી દિવાલવાળી સ્કૂલમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે. ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા ખૂબ ખરાબ છે.
दिखाता हूँ आपको दिल्ली सरकार के वर्ल्ड क्लास स्कूल। @msisodia जा रहें है गुजरात मगर मैं उनको उन्ही के स्कूल दिखाना चाहता हूँ , जिनके बारे में केजरीवाल करोड़ों के विज्ञापन लगाकर दिल्ली वालों को गुमराह करता है और शिक्षा का बजट डेड़ गुना बड़ाने की बात करता है , कहाँ गया ये पैसा ? pic.twitter.com/kCRFn5URpu
— Parvesh Sahib Singh (@p_sahibsingh) April 11, 2022
સામે ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ ઉમેર્યું કે, મનીષ સીસોદિયા ગુજરાતની સ્કૂલ જોવા માટે પહોંચ્યા છે. હું એમને એમની જ સ્કૂલ બતાવું છું. જેના પર જાહેરાત કરીને કેજરીવાલ દિલ્હીવાસીઓને ગેરમાર્ગે દોરે છે. શિક્ષણનું બજેટ દોઢગણું વધારવા વાત કરે છે. તો આટલો પૈસા આવ્યો એ ગયો ક્યાં? ભાજપ સાંસદ રમેશ બિધુડીએ કહ્યું કે, કેજરીવાલ શિક્ષણ મુદ્દે ખોટું બોલી રહ્યા છે. બિધુડી કહ્યું કે એક ક્લાસમાં 70 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પૂરતા શિક્ષકો પણ નથી દિલ્હીની સ્કૂલમાં. દુનિયા સામે ખોટું બોલી રહ્યા છે. કેજરીવાલ. પીવાનું પાણી પણ ચોખ્ખું નથી.

