HomeGujaratગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, 15 વિદ્યાર્થીઓ સંક્રમિત

ગાંધીનગરમાં કોરોના બ્લાસ્ટ, 15 વિદ્યાર્થીઓ સંક્રમિત

રાજ્યમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ગાંધીનગરમાં આવેલી લો યુનિવર્સિટીમાં કોરોના બ્લાસ્ટે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. એકી સાથે 15 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચ્યો છે. તો પોઝિટિવ વિદ્યાર્થીઓને હોમક્વોરેન્ટાઈન કરાયા છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોરોનાના 8થી 20 કેસ નોંધાઇ રહ્યા હતા, તેવામાં શુક્રવારના રોજ રાજ્યમાં કોરોના બ્લાસ્ટ થયો છે. ગુજરાત નેશનલ લો યુનિમાં એકસાથે 15 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને તાવના લક્ષણો દેખાતા ટેસ્ટ કરાયા હતા. હાલ 15 જેટલા વિધાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બધા જ પોઝિટિવ વિધાર્થીઓ હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. હાલ આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ છે.

ગુજરાતમાં ગઇકાલે કોરોના વાયરસના 8 કેસ નોંધાયા હતા અને 9 દર્દીઓ સાજા થયા હતા. અમદાવાદ શહેરમાં 3, ખેડામાં 2, ગાંધીનગર શહેરમાં 1, કચ્છમાં 1 અને વડોદરામાં 1 કોરોનાનો કેસ નોંધાયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW