રાજકોટ એરપોર્ટ ઉપર પાર્કિંગના અભાવના કારણે વધુ ફ્લાઈટના પાર્કિંગ અને લેન્ડીંગ માટે ખુબ જ મુશ્કેલી પડી રહી છે. તો કેટલાક કિસ્સાઓમાં તો છેલ્લી ઘડીએ ફ્લાઈટ રદ્દ કરવાના કિસ્સા પણ સામે આવ્યાં છે. ત્યારે હવે રાજકોટ એરપોર્ટ ઉપર એકી સાથે પાંચ જેટલી ફ્લાઈટ પાર્ક થઈ શકે તે માટે કામગીરી હાથ ધરાઈ છે.

આ રિપોર્ટ બાદ એરપોર્ટ તંત્રએ પોતાની આળસ ખંખેરી છે અને કામગીરીમાં ઝડપ રાખતા હવે રાજકોટ એરપોર્ટ પરની સુવિધામાં વધારો થયો છે. હજુ થોડા સમય પહેલા બે ફ્લાઈટ પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવી હતી. ત્યારબાદ હવે એરપોર્ટ પર એકસાથે પાંચ ફ્લાઇટ પાર્ક થઇ શકે તેવી સુવિધા આગામી દિવસોમાં શરૂ થવા જઇ રહી છે. એપ્રોન તૈયાર થઇ ગયું છે. હવે મંજૂરી માટે રાહ જોવાઈ રહી છે. આ માટે ડીજીસીએની ટીમ નિરીક્ષણ માટે રાજકોટ આવીશકે છે.

