HomeGujarat19મી પીએમ મોદી જામનગરમાં, રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રી કરશે ગુજરાતના પ્રવાસ

19મી પીએમ મોદી જામનગરમાં, રાષ્ટ્રપતિ અને કેન્દ્રીય મંત્રી કરશે ગુજરાતના પ્રવાસ

વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપ દ્વારા જોરશોરથી પ્રચાર કરાઈ રહ્યાં છે. ત્યારે 19મી એપ્રીલે વડાપ્રધાન મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યાં છે. તો રાષ્ટ્રપતિ પણ દ્વારકાધીશ મંદિરમાં શીશ ઝુંકાવીને દ્વારકા અને માધવપુરનો પ્રવાસ કરશે. તો અમીત શાહ અને મનસુખ માંડવિયા સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસ કરશે.

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 એપ્રીલે જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમૂહર્ત કરશે. આ મેડિકલ રિસર્ચ સેન્ટર કેન્દ્ર સરકાર અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સંયુક્ત સાહસ હશે. કેન્દ્ર સરકાર અને ડબલ્યુએચઓના સહયોગથી આ સેન્ટર ચાલશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા પણ હાજર રહેશે.

10મી એપ્રીલે રાષ્ટ્રપતિ દ્વારકા, માધવપુરના પ્રવાસે આવશે તો આ જ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ ગુજકોમાસોલના એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવશે. આ ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા કચ્છના પ્રવાસે આવશે. તથા ફરી તા. 21 એપ્રીલના રોજ પીએમ મોદી કચ્છના પ્રવાસે આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW