HomeGujaratખર્ચો કરવામાં શાસક-વિપક્ષ સરખા, તિજોરીનું તળીયું દેખાયું છતાં 21 લાખની કાર લેશે

ખર્ચો કરવામાં શાસક-વિપક્ષ સરખા, તિજોરીનું તળીયું દેખાયું છતાં 21 લાખની કાર લેશે

રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિગ કમિટીની બેઠક યોજાઈ હતી. જ્યાં ખર્ચો કરવામાં શાસકો અને વિપક્ષ બંને ભાઈઓ હોય એવું ચિત્ર સામે આવ્યું છે. એક બાજું મહાનગર પાલિકાની તિજોરીનું તળીયું દેખાયું છે. છતાં રૂ.200 કરોડની લોન લઈને વિકાસના કામ કરી રહ્યા હોવાના દાવા થાય છે. પદાધિકારીઓ અને વિપક્ષી નેતાઓ માટે રૂ.21 લાખની નવી કાર ખરીદવાની દરખાસ્ત બેઠકમાં મંજૂર થઈ ચૂકી છે.

એટલે પ્રજાના કામ માટે તિજોરીમાં પૈસા નથી પણ પદાધિકારી અને નેતાઓ માટે રૂ.21 લાખની નવી કાર માટે આયોજનને મંજૂરી મળી જાય છે. આ વિષય પર સ્ટેન્ડિગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે પ્રાથમિક વિગત આપતા કહ્યું હતું કે, મહાનગર પાલિકામાં એક લાંબા સમય બાદ પદાધિકારીઓ માટે નવી કાર લેવાની દરખાસ્ત આવી છે. જેમાં શાસકપક્ષના નેતા, ફાયર કમિટીના ચેરમેન, ફાયર વિભાગ અધિકારી સહિત 48 લાખના ખર્ચે નવી કાર લેવાની કમિટીએ મંજૂરી આપી દીધી છે. વિપક્ષના નેતા ભાનુંબેન સોરાણીની કાર આઠ વર્ષ જૂની છે. રૂ.21 લાખના ખર્ચે નવી કાર લેવા માટે દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. પૈસાના કારણે વિકાસના કોઈ કામ અટક્યા નથી.

વિપક્ષ નેતા ભાનુંબેન સોરાણીએ બચાવ કરતા કહ્યું કે, અત્યારે જે કાર છે એના કિલોમીટર પૂરા થઈ ગયા છે. તેથી નવી કાર માટેની દરખાસ્ત મૂકી છે. હકીકત એવી પણ છે કે, કાલાવડ રોડ પર મહાનગર પાલિકાની એક જગ્યા આવેલી છે. જેના પર ઘણા રેસ્ટોરાંએ પોતાનો વેપલો ચાલું કર્યો છે. એ પણ દબાણ કરીને. આ મામલે કમિટી ચેરમેને કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. અત્યારે અબજો રૂપિયાની મહાનગર પાલિકાની જમીન દબાણગ્રસ્ત હોવા છતાં એને ખાલી કરાવવા માટે કે વસુલી માટે કોઈ પગલાં લેવાતા નથી. કાલાવડ રોડ અને તાલુકા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક જાણીતી જગ્યામાં ભૂમાફિયાનું દબાણ છે. કોઈ પ્રકારના ભાવનું વિશ્લેષણ કર્યા વગર રાજ્ય સરકારના નિયમનો ઉલાળીયો કરીને ટેન્ડર આપી દેવામાં આવ્યા છે.

એવા સમયે 21 ટકા ડાઉન ભરનારા એક કોન્ટ્રાક્ટરને 1 કરોડ રૂપિયા વધારે આપીને મૂળ ટેન્ડર કરતા પણ વધારે રકમની ચૂકવણી કરવાનો નિર્ણય આ કમિટીની બેઠક દરમિયાન લેવાઈ ગયો છે. વોર્ડ નં.12માં શ્રીનાથજી સોસાયટી અને વિનાયકનગર વિસ્તારોમાં પેવર રિ-કાર્પેટના કામને લીલી ઝંડી મળી ગઈ છે. રૂ.3,73,92,000 રૂપિયાના કામ માટે ટેન્ડર જાહેર કરાયા હતા.
જેમાં પવન કન્સ્ટ્રક્શન નામની કંપનીએ 21.06 ટકા ડાઉન ભરીને રૂ.2,95,17,245 માં કામ કરવાની તૈયારી દેખાડીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. અત્યારે એનું કામ પૂર્ણ થઈ ગયું છે. શરત મુજબ પેટ્રોલિયમ પ્રોડક્ટ બિટુમીનનું ચૂકવણું સ્ટાર રેટ અનુસાર કરવાની જોગવાઈ છે. જે મુબજ બિટુમીનનો ભાવ રૂ.32,580 છે. પણ હાલમાં બિટુમીન 60-70નો ભાવ 60,359 પ્રતિ ટન છે અને 15 દિવસ પહેલા તે ભાવ રૂ.57,752 હતો. કામનો રિવાઈઝ્ડ ખર્ચ 3,95,25,330 રૂપિયા થાય છે જેની ચૂકવણી કરાશે. નાની મોટી થઈને 34 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં વૉર્ડ નં.15માં વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન સહિતના કામને મંજૂરી આપી દેવાઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW