જૂનાગઢ બાયપાસ રોડ ઉપર આવેલી એક હોટલમાં બે શખસોએ દારૂ પીને દંગલ કરી રહ્યાં હતાં. તેને દંગલ કરવા અટકાવવા માટે પોલીસ કર્મી ગયો હતો. તો નશામાં ધુત બંને શખસોએ પોલીસને ફડાકા મારી દીધા હતા. પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના બી ડીવીઝન પોલીસમાં ફ૨જ બજાવતા પોલીસ કર્મી નિતીન નામદેભાઇ ગત તા.3 ના રાત્રે મિત્રો સાથે બાયપાસ રોડ પર આવેલી હોટલ દેશી પકવાનમાં જમવા ગયા હતા. એ સમયે ત્યાં જુનાગઢમાં જ રહેતા ચિરાગ જેઠા કુંદાણી અને રાજકોટના નરેશ સુંદરલાલ ચાંદવાણી નામના બે શખ્સઓ દારૂ પી બકવાસ કરી અપશબ્દો બોલતા હતા.

જેથી પોલીસકર્મી નીતિને અને તેના મિત્રોએ બન્નેને અપશબ્દો બોલવા ના પાડતા તેઓને અપશબ્દો ભાંડવા લાગ્યા હતા અને બાદમાં પોલીસકર્મી નીતિનને ફડાકો ઝીકી દીધો હતો. જેથી આ મામલે પોલીસકર્મીએ ફરીયાદ કરતા બી ડીવીઝન પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

