HomeGujaratમોરબીમાં સરકારી મેડિકલ કોલેજના બદલે ખાનગી કોલેજ શરૂ કરવાની સરકારની ચાલનો વિરોધ...

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજના બદલે ખાનગી કોલેજ શરૂ કરવાની સરકારની ચાલનો વિરોધ ઉઠ્યો

મોરબી જિલ્લામાં લાંબા સમયથી મેડિકલ કોલેજ શરૂ કરવા માંગણી ઉઠતી હતી જોકે જે તે સમયે વિધાનસભા પેટાચૂંટણી જીતવા જાણે સરકારે મોરબીની પ્રજાને જાણે સરકારી મેડીકલ કોલેજ શરૂ કરવાની જાહેરાત કરી હતી આ ઉપરાંત શનાળામાં કરોડોની કિંમતની જમીનમાં લોલીપોપ આપ્યો હતો જોકે ચૂંટણી જીતી ગયા બાદ મેડિકલ કોલેજની આખી ફાઇલ અભેરાઇએ ચઢાવી દીધી હતી.

જોકે ફરી ચૂંટણી નજીક આવતા ફરી આ ફાઇલની ધૂળ ઉડાડવા બહાર કાઢી હોય એમ રાજય સરકારના કમિશ્નર ની કચેરી, આરોગ્ય તબીબ સેવાઓ, અને તબીબ શિક્ષણ, વિભાગ, જીવરાજ મહેતા ભવન ની જાહેરાત આવેલ છે. જેમાં આ કોલેજને સરકારી ના બનાવતા સ્વનિર્ભર બનાવવાની જાહેરાત છે. અને રસધરાવતી સંસ્થાઓ પાસેથી તા. ૧૦/૦૪/૨૦૨૨. સુધીમાં અરજી કરવાનું કહેવામાં આવેલ છેઆ જાહેરાત એવી સ્પષ્ટતા કરે છે કે હવે આ કોલેજ સરકારી નહિ પણ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને સોંપવાની સરકાર તૈયાર કરીને બેઠી છે.હિલચાલ ચાલી રહી છે. જોકે આ હિલચાલનો વિરોધ ઊઠવાની શરૂઆત થઈ ચૂકી છે.

એટલે કે ચાલુ સાલે તો મેડીકલ કોલેજ ચાલુ થવાની જ નથી. અત્યાર સુધી ફક્ત વાતો જ કરી ને લોકો ને મુર્ખ બનાવવામાં આવ્યા છે. તે સાબિત થાય છે.સરકાર તેમજ સ્થાનિક  આગેવાનો દ્વારા આજ દિવસ સુધી લોકોને અંધારા માં રાખીને મુર્ખ બનાવવા માં આવેલ છે. અને કોઈ સેટિંગ વાળી સંસ્થા ને આ કોલેજ માં ધંધો  કરવા માટે આપવાનો પ્લાન ત્યાર થઇ ગયેલ છે.આના  કારણે જે વિધાર્થી ઓ ગરીબ હશે અને ઓછા ખર્ચ ડોક્ટર થવાના સ્વપ્નો જોતા હશે એને હવે વધારે ખર્ચ કરવો પડશે. પૈસાદારોના છોકરાઓ પાસે ઊંચું ડોનેશન લઈને આ સંસ્થા વેપલો કરશે. અને વધુ  એકવાર મોરબી ની પ્રજા ને લોલીપોપ દેખાડી ને મુર્ખ બનાવવામાં આવશે.

આ અંગે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રટરી કે.ડી.બાવરવાએ સીએમને પત્ર લખી મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ શરૂ કરવા અને તેનું સંચાલન પણ સરકાર દ્વારા કરવામાં આવે તેવી માગણી કરી છે જૉ માગણી સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW