ગુજરાત રાજ્યમાં દસ હજાર સરકારી તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ થઈ ગઈ છે. જેના કારણે ઈમરજન્સી- OPDની સેવા બંધ કરશે. આ હડતાળને કારણે ઑપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓ હેરાનપરેશાન થઈ જશે. ઑપરેશન અટકતા દર્દીઓની પીડા વધશે એ નક્કી છે. સરકારે તબીબોના પડતર પ્રશ્નો ઉકેલવા માટેની ખાતરી આપી હોવા છતાં અમલવારી ન થતા તબીબોમાં રોષ ભભુકી ઊઠ્યો છે.
અમદાવાદ સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં તબીબોની હડતાળને કારણે ભોગવવાનો વારો દર્દીઓનો આવ્યો છે. સરકાર અને તબીબોની લડાઈમાં દર્દીઓ પીસાઈ રહ્યા છે. રાજ્યની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 10,000 જેટલા તબીબો હડતાળ પર ઊતર્યા છે. જેના કારણે સરકારી હોસ્પિટલની સેવામાં મોટી ખલેલ પહોંચશે. એક જ મુદ્દાને લઈને ત્રીજી વખત હડતાળ પાડવામાં આવી છે. એવું ગુજરાત સરકારી ડૉક્ટર ફોરમ જણાવે છે. તબીબોની જુદી જુદી માંગને લઈને હડતાળ પર ઊતર્યા છે. ગરીબ અને મધ્યમવર્ગના દર્દીઓ આ હડતાળથી હેરાન પરેશાન થયા છે. તમામ પ્રકારની સર્જરીઓ અટકી જશે. તબીબી કૉલેજના વિદ્યાર્થીઓએ બોન્ડ આપવાના રહેશે. જેમાં એક વર્ષ સુધી સરકારી સેવા અંગે બોન્ડ લેવામાં આવશે. આ સેવા પૂરી થયા બાદ જ એમને ડિગ્રી સર્ટિફિકેટ મળી રહેશે. જો કોઈ વિદ્યાર્થીઓ બોન્ડનો ભંગ કરશે એનું એડમિશન રદ્દ કરી દેવામાં આવશે. તબીબી વિદ્યાર્થીઓ માટે સરકારે એક પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની તમામ મેડિકલ કૉલેજમાં સુપરસ્પેશ્યાલિટી માટેના એભ્યાસક્રમમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ પાસે એક વર્ષ સરકારી હોસ્પિટલમાં સેવા હેતું બોન્ડ લેવામાં આવશે. સુપર સ્પેશ્યાલિટીના વિષયના પહેલા વર્ષમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ એક વર્ષ સુધી સરકારી ક્ષેત્રમાં સેવા આપવા માટેની બાંહેધરી આપવાની છે.

એ પછી જે તે સંસ્થામાં હાજર થયાના એક મહિનામાં રીપોર્ટ રજૂ કરવાનો રહેશે. પડતર માંગણીઓ મુદ્દે 2012 થી લડત ચાલુ છે. ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિયેશન, GMERS ફેકલ્ટી એસોસિયેશન, ગુજરાત ઇનસર્વિસ ડૉક્ટર્સ એસોસિયેશન, GMS કલાસ 2 મેડિકલ ઓફિસર્સ એસોસિયેશન, ESIS ડૉક્ટર્સ એસોસિયેશનના ડોકેટર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતર્યા છે. જીએમટીએ પ્રમુખે રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે સી મકવાણાએ જણાવ્યું હતું કે સરકારના લોકો ગાંધી ચિન્ધા માર્ગે જાગે તેમ નથી માટે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. 16 મેં 2021 ના રોજ એનપીએ માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો. દર્દીઓને બાનમાં લેવાનો કોઇ પ્રયાસ નથી
તબીબોની માંગ
છેલ્લા 12 વર્ષથી બઢતી કરવામાં આવી નથી, બઢતી આપવામાં આવે.
સરકારી મેડિકલ કોલેજમાં 400 પોસ્ટ ખાલી, સામે 800 મેડિકલ પ્રોફેસર, ખાલી પોસ્ટ ભરવામાં આવે
રદ્દ કરાયેલો ઠરાવ ફરીથી અમલમાં લાવવામાં આવે, જે પૂર્વ CM રૂપાણી વખતે થયેલો
રિટાયર્ડ થયેલા તબીબી શિક્ષકોને તાત્કાલિક પેન્શન આપો.
તબીબોની કોન્ટ્રાક ભરતી બંધ કરી કાયમી ધોરણે ભરતી કરો.

