HomeGujaratજેતપુર નજીક ટેન્કરે બાઈકને ઠોકરે લેતા ખેડૂત 50 ફૂટ સુધી ઢસડાયો, કમકમાટીભર્યું...

જેતપુર નજીક ટેન્કરે બાઈકને ઠોકરે લેતા ખેડૂત 50 ફૂટ સુધી ઢસડાયો, કમકમાટીભર્યું મોત

જેતપુર નજીક હાઈ-વે પર પુરપાટ ઝડપે આવેા ટેન્કરે રોડ ક્રોસ કરી રહેલા બાઈક ચાલક ખેડૂતને ઠોકરે લેતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ ટેન્કર ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરાર ટેન્કર ચાલકને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

જેતપુર નજીક આવેલી પેઢલા ચોકડીએ અવાર નવાર અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. પેઢલા ગામનો હિતેશ રવજીભાઈ મકવાણા (ઉં.વ.28) નામનો યુવાન પોતાની બાઇક લઈને વાડીએ જતો હતો. ત્યારે ગામમાંથી હાઈવે પર ચોકડી ક્રોસિંગ કરતો હતો એ વેળાએ માતેલા સાંઢની માફક ધોરાજી બાજુથી આવતું જીજે 12 બીવી 9489 નંબરના ટેન્કરના ચાલકે તેને હડફેટે લીધો હતો. હિતેશ ટેન્કર હેઠળ આવી જતાં ચાલકે બ્રેક મારતાં 50 ફૂટ જેટલો ઢસડાયો હતો. બાદમાં ટેન્કર ઊભું રહેતાં ચાલક નીચે ઊતરી નાસી ગયો હતો.

લોહીલુહાણ હાલતમાં રહેલા હિતેશને ત્યાં સ્થળ પર આવી ગયેલા તેમના સંબધીઓ સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જતાં ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ટેન્કરચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગને પગલે યુવાન અચાનક જ ટેન્કર નીચે ફસડાયો હતો અને મોત આંબી ગયું હતું. મૃતકના નાનાભાઈ પુરુષોત્તમભાઈએ ટેન્કરચાલક સામે માનવ જિંદગી જોખમાય એ રીતે પૂરપાટ ઝડપે ટેન્કર ચલાવી અકસ્માત સર્જી હિતેશભાઈનું મોત નિપજાવ્યાની ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW