હળવદ માળિયા હાઈવે પર અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ અને સ્ટાફના માણસોની ૫૨ પાંચ શખ્સે બોલાચાલી બાદ ટીમ પર હુમલો કર્યો હતો.ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ દોડી ગઈ હતી.અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ સીએનજી રીક્ષાની ચોરી મામલે તપાસ માટે આવ્યા હોવાની માહીતી મળી રહી છે. જો કે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓએ હજુસુધી પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ નથી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમદાવાદથી સીએનજી રીક્ષાની ચોરીની તપાસ મામલે હળવદ આવ્યા હતા ત્યારે હળવદ માળિયા રોડ પર પેટ્રોલ પંપ પાસે ૫ શખ્સ સામે બોલાચાલી થઇ હતી અને મામલો ઉગ્ર બનતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરી નાસી છૂટયા હતા આ ઉપરાંત રિક્ષા કબજે કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે પરંતુ શા માટે હુમલો કર્યો છે તેનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી અને તેના સ્ટાફના માણસો પર હુમલો કરતાં હળવદ તાલુકામાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે ત્યારે ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ હજુ સુધી ફરિયાદ નોંધાઇ ન હતી.પરંતુ હાલ હુમલો કરીને નાસી જનાર તમામ પાંચ શખ્સને પકડી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

