HomeGujaratપેપર લીકનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો, થયા આ મોટા ખુલાસા

પેપર લીકનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો, થયા આ મોટા ખુલાસા

રવિવાર વન રક્ષકની પરીક્ષા લેવામાં આવી હતી. પણ મહેસાણા જિલ્લાની એક શાળાના શિક્ષકથી લઈને પટ્ટાવાળા સુધીની એક ટોળકીને ચોક્કસ વિદ્યાર્થીને પાસ કરાવવા માટે એક કાવતરૂ ઘડ્યું હતું. જેનો પર્દાફાશ થયો છે. હવે આ પેપરલીક કાંડનો રેલો રાજકોટ સુધી આવ્યો છે. રાજકોટમાંથી બે ઉમેદવાર તરફથી વાંધો ઊઠાવવામાં આવ્યો છે. પ્રશ્નપત્રનું આ પેકેટ તૂટેલું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્રણ ઈંચના કાપા પર ટેપ મારેલી હતી.

આ વાત ઉમેદવારે કહી છે. પણ તંત્ર તરફથી કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જોકે, પછીથી આ પરીક્ષાનું સાહિત્ય તમામ અધિકારીઓ સાથે લઈ ગયા છે. વનરક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યાનો દાવો હવે રાજકોટમાંથી કરવામાં આવ્યો છે. આ રેલો હવે રાજકોટ સુધી પહોંચ્યો છે. રાજકોટના એક ઉમેદવાર ગીતાબેન માલીએ જણાવ્યું હતું કે, પરીક્ષામાં જ્યારે પ્રશ્નપત્ર આવ્યું ત્યારે એનું પેકેટ તૂટેલું હતું. પેકેટમાં 3 ઈંચનો મોટો કાપો હતો. એના પર ટેપ મારી દેવામાં આવી હતી. આ કેસમાં ગીતાબેન ઉમેદવારે એવી આશંકા વ્યક્ત કરી છે કે, પેપર સાથે ચેડા થયા છે. પણ હજું સુધી તંત્રએ કોઈ પ્રકારની કામગીરી કરી નથી. કુલ બે ઉમેદવાર તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. પણ CCTV અને ફોટા જાહેર કરવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે. ઉમેદવારે ત્યાં સુધી કહ્યું કે, આ તમામ સાહિત્ય ગુજરાત યુનિ.ના અધિકારી લઈ ગયા હતા. હવે પેપર ફૂટવાનો મામલો સામે આવ્યા બાદ આ પ્રકારે દાવા થઈ રહ્યા છે.

મહેસાણા જિલ્લાના ઉનાવાની મીરા દાતાર સ્કૂલમાંથી વન રક્ષક પરીક્ષાનું પેપર બહાર આવ્યું હતું. આ કેસમાં પોલીસે આઠ વ્યક્તિઓની ધરપરડ કરી છે. જેને ઊંઝા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. કોર્ટે આઠ આરોપીઓના ચાર દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખીને તમામ આરોપીઓને તા.1 એપ્રિલ સુધી રીમાન્ડ પર મોકલ્યા છે. પોલીસ આ કેસમાં હજુ વધારે પૂછપરછ કરીને આ કેસ સાથે જોડાયેલા અન્ય વ્યક્તિઓની તપાસ શરૂ કરશે. કોર્ટે સરકારી વકીલ વિજય બારોટની દલીલને ધ્યાને લીધી છે. હાઈસ્કૂલમાં પરીક્ષા આપી રહેલા 300 વિદ્યાર્થીઓ પૈકી બીજા કોને જવાબ મોકલવાના હતા, આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલો છે કે કેમ? આવા અનેક પ્રશ્નો ચર્ચામાં રહ્યા છે. આ કેસમાં હજું પણ વધારે મોટા ખુલાસા થઈ શકે એમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW