HomeGujaratસોમવારથી બોર્ડની પરીક્ષાઓ થસે શરૂ,જિલ્લામાં 20,570 છાત્રો આપશે પરિક્ષા

સોમવારથી બોર્ડની પરીક્ષાઓ થસે શરૂ,જિલ્લામાં 20,570 છાત્રો આપશે પરિક્ષા

કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી ધોરણ 10 અને 12ની ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષા રદ કરવામાં આવતી હતી જોકે આ વર્ષે શિક્ષણ કાર્ય યોગ્ય રીતે ચાલ્યા બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની પરિક્ષા તા.28 માર્ચથી શરૂ થશે અને 12 એપ્રિલ સુધી યોજાશે આ જેમાં સવારે ધોરણ 10 અને બપોર બાદ ધોરણ 12ની સાયન્સ કોમર્સ અને આર્ટસની પરિક્ષા યોજાશે મોરબી જિલ્લામાં આ વર્ષે 20,570 છાત્રો નોંધાયા છે જેમાં ધોરણ 10ના 12,844 છાત્રો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1499 ધોરણ 12 સામાન્ય પ્રવાહના 6227 છાત્રો નોંધાયા છે. આ વિધાર્થીઓને બેઠક વ્યવસ્થા માટે પરીક્ષા કેન્દ્ર પર પેપર પહોચાડવા, તેમજ રિસીવ કરવા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતી ન થાય તે માટે જરૂરી લોકલ સ્કોવડ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.મોરબી જિલ્લામાં 75 બિલ્ડીંગ ફાળવામાં આવ્યા છે જેના 787 બ્લોકમાં વિધાર્થીની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ મુજબ જોઈએ તો ધોરણ 10માં 47 બિલ્ડીંગમાં 468 બ્લોક,ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 20 બિલ્ડીંગમાં 219 બ્લોક,ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 8 બિલ્ડીંગ 100 બ્લોક ફળવામાં આવ્યા છે આ તમામ સ્થળ પર બેઠક વ્યવસ્થા અંગેની તૈયારી પૂર્ણ કરી દેવાઈ છે અને વિધાર્થી રવિવારે બપોર બાદ તેઓના પરીક્ષા કેન્દ્ર રૂબરૂ મુલાકાત પણ લઈ શકશે જેથી છેલ્લી ઘડીએ શાળા શોધવા દોડધામ ન થાય બીજી તરફ પરીક્ષા કેન્દ્રમાં પણ પીવાનું પાણી,લાઈટ સીસીટીવી કેમેરા તેમજ બાળકોને ડિસ્ટર્બન્સ ન થાય તે માટે શાળાથી 100.મીટર વિસ્તારમાં પરિક્ષા દરમિયાન અવર જવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ સિવાય પરીક્ષા કેન્દ્ર આસપાસના ઝેરોક્ષ મશીન ચલાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW