મોરબી રાજકોટ ફોરલેન હાઈવેની કામગીરીના ભાગરૂપે મોરબી કંડલા નેશનલ હાઈવેને જોડતા બાયપાસ રોડ પર આવેલ મચ્છુ નદી પર બ્રીજ બનાવવાની કામગીરી શરુ થવા જઈ રહી છે જેના કારણે નદી પર આવેલ મચ્છુ 3 ડેમ ખાલી કરવાની સ્થિતિ ઉદ્ભવી છે.મોરબીના આ મચ્છુ ૩ ડેમમાં 278 એમસીએફટી જેટલું પાણી ભરાયેલ છે જેમાંથી 256 એમસીએફટી જેટલો જથ્થો ખાલી કરવાનો થશે. ત્યારે આજે સિંચાઈ વિભાગ દ્વારા ડેમ ખાલી કરવાનું શરુ કરવામાં આવ્યું છે .

શુક્રવારે સવારે 9 વાગ્યે ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે અને 925 કયુસેક પાણી છોડવામાં હતું અગાઉ સિંચાઈ વિભાગ દ્વારા એક 5 દરવાજા અડધો ફૂટ ખોલી 48 કલાકમાં આંખો ડેમ ખાલી કરવાનું આયોજન હતું જોકે અગરિયાઓ એક સાથે પાણી છોડવાથી મીઠાના પાકને નુકશાનની ભીતિ વ્યક્ત કરી હતી તો બીજી તરફ મચ્છુ નદી પર રેલ્વે વિભાગના બ્રીજના રીપેરીંગનું કામ ચાલુ હોવાથી તેમના સાધનો પડ્યા હોય જેમાં પાણી છોડવાથી નુકશાન જવાની ભીતિ વ્યક્ત કરતા પાણી એક સાથે ન છોડતા થોડા થોડા સમયે છોડવાની માગણી કરી હતી જે બાદ હવે સિંચાઈ વિભાગ દ્વારા હાલ માત્ર એક દરવાજો 1 ફૂટ ખોલી 925 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ જો આ પાણી છોડ્યા બાદ ડેમના નીચાણવાળા વિસ્તારમાં નુકશાન નહી થાય તો ફ્લો વધારો કરવામાં આવશે અને જો આ જ સ્થિતિએ પાણી છોડવામાં આવશે તો ૪ દિવસમાં ડેમ ખાલી થશે


