રાજ્યમાં ફરી એકવખત ટ્રાફિકના નિયમનો કડકપણે અમલ થાય એવા એંધાણ વર્તાય રહ્યા છે. ખાસ તો હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ થવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટે તરફથી સરકારને હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરાવવા માટે ટકોર કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, લોકોની સુરક્ષા અંગેની બાબતની અમલવારી કડકપણે થવી જોઈએ. આવી સુરક્ષાની બાબતમાં સરકાર શા માટે ઢીલાશ રાખી રહી છે. આ અંગે હાઈકોર્ટમાં સરકારી વકીલે ખાતરી આપી હતી છે. નિયમોનું ચુસ્તપણે પાલન થશે.

ગુજરાત પોલીસ તરફથી 6થી 15 માર્ચ દરમિયાન એક ખાસ હેલ્મેટ ડ્રાઈવ કરવામાં આવી હતી. આ દરમિયાન કોઈ વાહન ચાલકે હેલ્મેટ વગર કે કારના સીટ બેલ્ટ વિના ડ્રાઈવ કર્યું તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ સાથે પોલીસને ખાસ આદેશ આપવામાં આવ્યો હતો કે, શહેરમાં રોજની કામગીરીની સમિક્ષા કર્યા બાદ એનો એક રીપોર્ટ મોકલવામાં આવે. તાજેતરમાં ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટિ તરફથી રાજ્યની સેફ્ટિ કાઉન્સિલની બેઠકમાં રસ્તાની સેફ્ટિ અંગે એક બેઠક યોજાઈ હતી. જેમાં જુદા જુદા કારણોસર થયેલા અકસ્માતની વિસ્તારથી ચર્ચા થઈ હતી. માર્ગ અકસ્માતમાં નોંધાપાત્ર ઘટાડો લાવવા માટે યોગ્ય અમલવારી માટે ગુજરાત પોલીસને ચોક્કસ પ્રકારના આદેશ આપવામાં આવ્યા હતા. પણ ગુજરાત હાઈકોર્ટે ચાલી રહેલી લોલમલોલને ધ્યાન લઈને ગુજરાત રાજ્ય સરકારને વ્યવસ્થિત રીતે અમલ કરાવવા માટે આદેશ કર્યા છે. પોલીસને શહેર અને જીલ્લામાં દરરોજની કામગીરીની સમીક્ષા કરી અહેવાલ મોકલવા આદેશ કરવામાં આવ્યા હતા.

હવે રોડ અકસ્માતો અટકાવવાના બહાને હેલ્મેટ અને સીટબેલ્ટ ન પહેરીને નિયમનો ભંગ કરનારા નાગરિકો સામે પોલીસે સતત એક એક્શન મોડ પર કામગીરી કરી હતી. આવી જ કામગીરીનું સાતત્ય જળવાઈ રહે એ માટે ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દાની નોંધ લઈને હજું વ્યવસ્થિત અમલવારી કરાવવા માટે ગુજરાત સરકારને ટકોર કરી છે. ખાસ કરીને હાઈવને જોડતા શહેરો, નજીક રહેલા બે નગર તથા જ્યાંથી હાઈવે જોઈન થઈ રહ્યો છે. ત્યાં ખાસ પ્રકારનું ચેકિંગ શરૂ થયું હતું. જે હજું પણ સતત ચાલું રાખવામાં આવે એવો કોર્ટનો મત રહ્યો છે.

