HomeGujaratસિરામિક ઉધોગ પર વધુ એક આફત,પ્રોપેન ગેસની સપ્લાય અટકી 100થી વધુ એકમ...

સિરામિક ઉધોગ પર વધુ એક આફત,પ્રોપેન ગેસની સપ્લાય અટકી 100થી વધુ એકમ બંધ થઈ શકે

મોરબીના સિરામિક ઉધોગ હાલ અલગ અલગ મુસીબત વચ્ચે ઘેરાયેલ છે યુક્રેન રશિયા યુદ્ધના કારણે એક એક્સપોર્ટને માર પડ્યો છે સાથે સાથે રશિયા તરફથી મળતા ગેસમાં પણ ઘટાડો થવાથી ભાવ ઉચકાય તેવી સંભાવના સેવાઈ રહી છે.બીજી તરફ ગુજરાત પોતાની મનમાની ચલાવી ગમે ત્યારે ભાવ વધારી દે છે અથવા ગેસ વિતરણમાં કાપ મૂકી રહ્યું હોવાથી ફેકટરીઓ ચલાવવી મુશ્કેલ બની છે હજુ બુધવારે ઉદ્યોગકારો ગુજરાત ગેસ પાસે ગેસ કાપ પરત લેવા રજૂઆત કરવા ગયા હતા જેનો કોઈ ઉકેલ આવ્યો નથી ત્યાં નવી મુસીબત ઉભી થઇ છે કારણ કે જે ઉધોગકાર ગુજરાત ગેસ કંપનીના ગેસના બદલે અન્ય કંપનીનો પ્રોપેન ગેસ વાપરી રહ્યા છે તેમાં પણ કાપ આવ્યો છે. સિરામિક ઉધોગકારોના મતે વિદેશથી પ્રોપેન ગેસ લઈને આવતી કાર્ગો શીપને પોર્ટ પર જગ્યા ન મળતી હોવાથી લાંબુ વેઈટિંગ રહે છે જેના કારણે તેમાં ભરેલ ગેસના ટેન્કર સમય ખાલી થતો નથી પરિણામે તેની ડીલીવરી પૂરતા પ્રમાણમાં થઇ શકતીની મોરબીના 100થી 120 ફેક્ટરી પ્રોપેન ગેસનો ઉપયોગ કરે છે. અને દરરોજ મોરબીમાં 80 ટેન્કર આવે છે જેની સામે બુધવારે માત્ર 32 ટેન્કર જ આવ્યા હતા જયારે ગુરુવારે પણ બપોર સુધી કોઈ ડીલીવરી ન મળતા ઉધોગમાં ગેસનો જથ્થો લગભગ પુરો થવા લાગતા હવે ફેક્ટરી શટ ડાઉન થવા લાગી છે જો સાંજ સુધીમાં ગેસ નહી મળે તો 100 ફેક્ટરી બંધ થઇ શકે છે.જો એક સાથે 100 જેટલા એકમ એક સાથે બંધ કરવા પડે તો એક દિવસમાં ઉધોગને મોટું નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW