મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક મોરબીના ઉમા રિસોર્ટ ખાતે મોરબી જિલ્લા કોગ્રસ પ્રભારી કર્ણદેવ સિહ જાડેજા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ ના પ્રમખ સ્થાને મળી હતી. જેમાં ગુજરાતની ભાજપ સરકારથી પ્રજા મોઘવારી ને કારણે પરેશાન છે ત્યારે પ્રજા ને મોઘવારી માંથી મુક્ત કરે ગુજરાત માં કાયદો વ્યવસ્થાની પરિસ્થતિ કથળી ગયેલ છે ત્યારે કાયદો અને વ્યવસ્થા કડક બનાવે અને મોરબી જિલ્લામાં ઇનફાસ્ટ્રકચર બજેટમાં રૂ. ૫૦૦ કરોડ ફાળવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. મોરબી જિલ્લાના ખેડૂતોને પાક માટે સમયસર પાણી અને વીજળી મળી રહે તે માટે સરકાર માં રજૂઆત કરવાનો ઠરાવ કરવામા આવ્યો હતો. મોરબી પાલિકાના ભ્રષ્ટ વહીવટ સામે પ્રજાલક્ષી કાર્ય કરાવવા તમામ પ્રકારે લડત કરવા,મોરબી જિલ્લા ના નાના અને મઘ્યમ ઉધોગો માટે સરકાર વિશેષ રાહત આપે અને વધતા ફ્યુલ ના ભાવ કાબુ મા રાખવાનો પણ ઠરાવ કરેલ. કોગ્રેસ ના તમામ આગેવાનો, કાર્યકરો એ પ્રજામાં રૂબરૂ જઈને કોંગ્રેસ સદસ્ય બનાવવા ડિજિટલ મેમ્બર શિપ અભિયાન તેજ કરવા કાર્યકરોને સલાહ આપી.આવતી વિધાન સભામાં મોરબી જિલ્લા માં આવતી બધી સીટો કોંગ્રેસ જીતે તેવું આહવાહન જયંતી ભાઈ પટેલ એ કરેલ અને તન, મન , ધન થી સહકાર આપી ચુંટણી જીતવા અત્યારથી જ મહેનતે લાગી જવા અપીલ કરી હતી. મોરબી જિલ્લા કોંગ્રેસના આશરે 375 કાર્યકરોને હોદા અર્પણ કરાયા હતા.જેમાં બહોળી સંખ્યામાં કાર્યકર ભાઈઓ બહેનો ઉપસ્થીત રહેલ. મોરબી જિલ્લા,મોરબી શહેર, મોરબી તાલુકા, હળવદ તાલુકાના , ટંકારા તાલુકા, માળીયા તાલુકા, માળિયા શહેર કોગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ જિલ્લા શહેર તાલુકા મહિલા કોગ્રેસ ના પ્રમુખ તેમજ કોગ્રેસ ના દરેક સેલ ફન્ટલ ના પ્રમુખ હાજર રહ્યા હતા. કુલ મળી સાતસો જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા.તેમ કોગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું હતું.


