HomeGujaratકોંગ્રેસ MLA સી.જે.ચાવડાએ પેપરલીકનો આક્ષેપ કર્યો, વાઘાણીએ કહ્યું રેકોર્ડ જુઓ

કોંગ્રેસ MLA સી.જે.ચાવડાએ પેપરલીકનો આક્ષેપ કર્યો, વાઘાણીએ કહ્યું રેકોર્ડ જુઓ

વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને કારણે વિધાનસભાની કામગીરી બંધ રહી હતી. સોમવારે 12 વાગ્યે ગાંધીનગરમાં વિધાનસભા સત્ર શરૂ થતા પહેલી એક કલાક પ્રશ્નોત્તરી માટે ફાળવવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ શિક્ષણના મુદ્દે સામસામે આવી ગયા હતા. આક્ષેપબાજી જોવા મળી હતી. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ વિભાગમાં ખાલી પડેલી જગ્યા અંગેના પ્રશ્નો મુદે કોંગ્રેસ ધારાસભ્ય સી.જે. ચાવડાએ એવો આક્ષેપ કર્યો કે, રાજ્યમાં ભરતી માટેની કસોટીના પેપર લીક થાય છે.

આ મુદ્દાથી ઉકળી ઉઠેલા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, તમારા વખતે તો સગાઓની જ ભરતી થતી હતી. ભરતીની પરીક્ષા જ લેવામાં આવતી ન હતી. રેકોર્ડ કાઢો તો આ અંગે જોવા મળે. અમારા એક પણ મંત્રી કે ધારાસભ્યના સગાના નામ નહીં હોય. સામે બેઠેલાઓના સગાઓના નામ નીકળશે. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારે કહ્યું કે, લીસ્ટ હોય તો આપો. ભરતી પરીક્ષાના મામલે તેમણે પણ આક્રમતાથી જણાવ્યું કે, મગરમચ્છ પકડાતા નથી અને માછલીઓ પકડાય છે.

મગરમચ્છને પકડો કોંગ્રેસ તમારી સાથે છે. શિક્ષણમંત્રી વાઘાણીએ ઉમેર્યું કે, અમે કોઈને છોડવા માગતા નથી અને તપાસ તો થશે જ. આ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂર્વમંત્રી નીતિન પટેલ પોતાની જગ્યા શોધવામાં ભૂલા પડ્યા હતા. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ એમની બાજું આવી જવા માટે કટાક્ષ કર્યો. જેના કારણે ગૃહમાં રમૂજ થઈ હતી. કોંગ્રેસના નેતા પ્રતાપ દૂધાત અને લલિત કગથરાએ ચાલું ચર્ચામાં આવો નીતિન કાકા એવું કહીને આવકાર્યા હતા. આ કટાક્ષ સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ એની સાથે બેસવા માટે વાત કરી. જગ્યા માટે ભૂલા પડેલા નીતિન પટેલને કિરિટસિંહ રાણાએ એમની જગ્યા ઈશારાથી બતાવી વિજય રૂપાણીની બાજુમાં ફાળવેલી જગ્યા પર બેસવા કહ્યું.

કોરોના વાયરસને કારણે પ્રેક્ષક ગેલેરીમાં બેસતા ધારાસભ્યો ગૃહમાં આવી ગયા છે. પ્રશ્નોત્તર કાળ દરમિયાન શિક્ષણમંત્રી વાઘાણીએ વિધાનસભા અધ્યક્ષને કહ્યું કે, બે વર્ષ બાદ ધારાસભ્યોને નજીક બેસડ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે પ્રેક્ષક ગેલેરીમાં હવે પ્રેક્ષક આવે. કોરોનાની ગાઈડલાઈન અનુસાર ગુજરાત વિધાનસભામાં એક બેઠક પર એક જ ધારાસભ્યની બેઠક ફાળવવામાં આવી હતી. બાજુની બેઠક ખાલી રાખવામાં આવી હતી. પરિણામે પ્રેક્ષક ગેલેરીમાં કેટલાક ધારાસભ્યોને બેસાડવામાં આવ્યા હતા. પરંતુ આજે પ્રેક્ષક ગેલેરી ખાલીખમ જોવા મળી. પ્રેક્ષક ગેલેરીના ધારાસભ્યોને ગૃહમાં જ બેસાડવામાં આવ્યા. તે જોતા કોરના ગાઈડલાઈન મુજબ એક બેઠક ખાલી રાખવામાં આવી હતી તે ભરાઈ ગઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW