પંજાબમાં આમ આદમી પાર્ટીને એક અસાધારણ સફળતા મળતા પાર્ટીમાં જાણે નવા પ્રાણ ફૂંકાયા હોય એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંજાબના પગલે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો અને નેતાઓના મોઢા પર આનંદના ભાવ જોઈ શકાય છે. આ પહેલા પણ જ્યારે પરિણામો આવ્યા ત્યારે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પંજાબમાં કેજરીવાલ મોડલની જીત છે. પંજાબની પ્રજાની જીત છે.

એ પછી હવે રાજ્યમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ ચૂંટણીનો માહોલ શરૂ થવાનો છે ત્યારે ફરી એકવખત તેમણે કોંગ્રેસને ચાબખા માર્યા છે. ઈસુદાન ગઢવીએ ક્હ્યું હતું કે, નરેશ પટેલ ખૂબ જ સમજદાર સામાજિક આગેવાન છે. બહુ મોટા પ્રકારે સેવા કરી રહ્યા છે. નરેશભાઈને ખબર છે કે, ભાજપ ભ્રષ્ટાચાર કરે છે, ભાજપ પેપરફોડે છે. ભાજપ એ લૂંટે છે. ભાજપ બધાને ડરાવે છે, ધમકાવે છે, ખેડૂતોને પાયમાલ કરે છે. જ્યારે બીજો પક્ષ કોંગ્રેસ ઓલરેડી ખતમ થઈ ગયો છે. 27 વર્ષથી દર વખતે ઝંડો લઈને આવે અને ફરીથી ભાજપના ખોળામાં બેસી જાય.

એટલા માટે આમ આદમી પાર્ટી એક સ્વચ્છ રાજનીતિ કરે છે. જેનાથી નરેશભાઈ જેવી વ્યક્તિને પણ આત્મસંતોષ થાય છે. કે આ રાજનીતિ બરોબર છે. એટલે જ અમે નરેશભાઈને કહીએ છીએ. આમ આદમી પાર્ટી દરેક માટે નરેશભાઈ જ નહીં પણ બીજા પણ ઘણા આગેવાનો આવવાના છે આમ આદમી પાર્ટીમાં. જેનો હેતું માત્રને માત્ર સમાજ સેવાનો છે. સમાજની પીડા જેનાથી નથી જોવાતી. એ લોકો અહીં આવશે. કોંગ્રેસને તમે સિરિયસ લો છો અમે કોંગ્રેસને સિરિયસ લેતા જ નથી. ગુજરાતની પ્રજા પણ એને સિરિયસ નથી લેતી.

કોંગ્રેસનો એક જમાનો હતો. કોંગ્રેસે તૂટી જવાથી અને લોકોનો વિશ્વાસ તોડવાથી એ નથી થતુ. ભાજપ એ તો ખરીદ વેચાણ સંઘ છે. પેપર ફોડ્યું એટલે બધા એને ખરીદવા નીકળી પડે. પંજાબમાં જે રીતે આમ આદમી પાર્ટીની સુનામી આવી એવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાતમાં લડશે. એમાં વેપારી સમાજ લડશે. સફાઈ કર્મચારી સમાજ લડશે. બેરોજગાર યુવાનો આ પાર્ટીમાંથી લડશે. એ પણ પોતાના માતા પિતાને કહેશે કે, આ વખતે આમ આદમની સરકાર લાવવી છે. અન્યથા પેપર ફૂટશે અને નોકરી નહીં મળે. આ વખતે રાજનીતિ ઘણી શુદ્ઘ થવાની છે. દિલ્હીમાંથી એક પણ ધારાસભ્ય ભાજપમાં ગયો નથી. અમુક લોકો બધી જ જગ્યાઓ પર હોય છે.


