એનડીપીએસના ગુનામાં જેલમાં બંધ અહેમદ ઉર્ફે આમદો સતારભાઈ મેમણે જામીન પર છૂટવા મોરબી કોર્ટમાં અરજી કરી હતી જેમાં તેમણે પત્ની અફસાનાબેન અહેમદભાઈને માસિકની તકલીફ હોય બ્લીડીંગ થતા ઓપરેશન કરવું પડશે અને તેની કાળજી રાખવા કોર્ટ સમક્ષ જામીનની માગણી કરી હતી આ માટે તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલનું મેડીકલ સર્ટીફીકેટ રજુ કર્યું હતું જોકે આ મેડીકલ સર્ટીફીકેટ શંકાસ્પદ લાગતા કોર્ટે રાજકોટ સિવિલ હોસ્પીટલના ગાયનેકોલોજિસ્ટ પાસેથી તપાસ કરાવતા તબીબ દ્વારા આવું કોઈ મેડીકલ સર્ટીફીકેટ ન આપ્યું હોવાનું જણાવતા આ બોગસ સર્ટીફીકેટ હોવાનું સામે આવતા મોરબી ડીસ્ટ્રીકટ કોર્ટના જિલ્લા રજીસ્ટ્રાર એ એચ દવેએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.આ અંગે પીએસઆઈ એલ એન વાઢીયા તપાસ ચલાવી રહ્યા છે

