ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મણિપૂર અને ગોવા એમ ચાર રાજ્યમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જેના કારણે ગુજરાતની રાજકીય લોબીમાં ઉત્સવનો માહોલ છે. વડાપ્રધાન મોદી ચાર રાજ્યોની ચૂંટણીનો વિજયોત્સવ મનાવવા સાથે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકવાના છે. અમદાવાદમાં આવી વડાપ્રધાને એરપોર્ટથી કમલમ સુધી બે કલાક રોડ શો કર્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ સાથે અનેક પ્રકારના નૃત્ય રજૂ કરાયા હતા. કમલમમાં ગુજરાતના નેતાઓ અને સાંસદ સાથે હાલની ગુજરાત રાજ્યની રાજકીય પરિસ્થિતિ અંગે ચર્ચા કર્યા બાદ રાજભવન રવાના થય હત. જ્યાંથી સાડા ચાર વાગ્યે GMDCમાં ગુજરાત પંચાયત મહા સંમેલનમાં આવ્યા હતા.

પીએમ મોદીએ પંચાયતી રાજની એક કોફી ટેબલ બુકનું વિમોચન કરી પાંચ ટર્મથી સમરસ થતી ગ્રામ પંચાયતોના મોટું સરપંચોનું સન્માન કર્યું હતું. તેમજ 5 વાગ્યાથી 40 મિનિટ સુધી પંચાયતના પ્રતિનિધિઓ સાથે ઘરના ડાયરાની દિલ ખોલીને ગુજરતીમાં વાતો કરી હતી. PM મોદીએ 3 મિનિટ હિન્દીમાં સંબોધન કર્યું, પછી કેમ છો બધાં કહી ગુજરાતીમાં સંબોધ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે. જેમાં મંદિરને લઈને કોઈ મોટા પ્રોજેક્ટ હેતું મહત્ત્વના નિર્ણય લઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પી.કે લહેરી સહિતના ટ્રસ્ટીઓ આ બેઠકમાં હાજર રહેશે. અમિત શાહ શુક્રવારે સાંજે 4 વાગ્યે અમદાવાદ આવી પહોંચ્યા હતા. મોદીએ સંબોધન કરતા કહ્યું કે, લોક તંત્રના મૂળ મજબૂત કરતા પંચાયતી રાજના બંધુ ભગિનિને આદર પૂર્વક નમસ્કાર. અહીં આવીને પંચાયતથી પાર્લામેન્ટના દર્શન થયા. આ બાપુની ધરતી છે, આ સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી છે. બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસની વાત, આત્મનિર્ભર ગામની વાત, સશક્ત અને સમર્થ ગામની વાત સદા અને સર્વદા કહી છે, એટલે જ્યારે આઝાદીના અમૃતકાળમાં છીએ ત્યારે પૂજ્ય બાપુના સપના માટે આપણે પ્રતિબદ્ધ છીએ. ગ્રામીણ વિકાસ બાપુનું સૌથી પ્રમુખ સપનું હતું. લોકતંત્રની શક્તિ પણ ગ્રામ તંત્રમાં જોતા હતા. આટલી મોટી મહામારી, આખી દુનિયાને ચિંતામાં મુકી દીધી એ કોરોનાને ગામડાંમાં પહોંચ પહોંચતા મોંમાં ફીણ આવી ગયા.ગામડાંઓએ સુઝ પ્રમાણે નિયમો ગોઠવ્યા. બહાર આવે તેને બહાર રાખ્યા, બહાર રહે તેના માટે વ્યવસ્થા ગામ કરે. ગામડાંઓએ કોરોનાના કાળખંડમાં અદભૂત વ્યવસ્થા વિકસાવી અને ગામડાંમાં મહામારીને પ્રવેશતી રોકી રાખવામાં ખૂબ કામ કર્યું.

હું ગામડાંના પ્રતિનિધિઓને લાખ લાખ અભિનંદન આપું છું. આપણા નાના ખેડૂતે કામમાં કોઈ પાછી પાનીના ના કરી અને ભારતનો અન્નનો ભંડાર ભરવા માટે હું આભાર માનું છું. અહીં મોટા ભાગે બહેનો છે અને ગુજરાતનું સદભાગ્ય છે કે, દેશના લોકોને ખબર નહીં, ગુજરાતની પંચાયત વ્યવસ્થામાં પુરૂષો કરતા મહિલા વધુ પ્રતિનિધિત્વ કરી રહી છે.
પીએમ મોદી સવારે દિલ્હીથી વિમાનમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા જયા રાજ્યપાલ આચર્ય દેવવ્રત,સીએમ ભુપેન્દ્ર પટેલ,અમદાવાદના મેયર કિરીટ પરમાર પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં એરપોર્ટથી કમલમ સુધી તેઓએ બે કલાક રોડ શો કરી કાર્યકરો અને શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.

