ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે. મોહાલી ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા સર જાડેજા અત્યારે વિશ્વના નંબર-1 ઓલરાઉન્ડર બની ગયા છે. વળી પૂર્વ ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી પણ ટોપ-5ની ટેસ્ટ બેટિંગ યાદીમાં પહોંચી ગયો છે. તેવામાં અત્યારે જો ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો મુખ્ય 10 ખેલાડીમાંથી 3 તો ભારતના જ છે.
— ICC (@ICC) March 9, 2022
રવીન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને ઓવરેટેક કરી નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે. તેણે મોહાલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા 175* રનની ઈનિંગ રમી હતી. ત્યારપછી મેચની બંને ઈનિંગમાં તેણે કુલ 9 વિકેટ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ઈનિંગમાં સર જાડેજાએ 5 અને બીજીમાં 4 શ્રીલંકન ખેલાડીને આઉટ કર્યા હતા. રવીન્દ્ર જાડેજા 406 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંક પરથી સીધો પહેલા સ્થાન પર પહોંચી ગયો છે.
Numero Uno ☝️in ICC Test rankings for all-rounders 🔝🌟@imjadeja | #TeamIndia 🇮🇳 pic.twitter.com/h0MrlinjxN
— BCCI (@BCCI) March 9, 2022
વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ટેસ્ટના ટોપ-5 બેટરની યાદીમાંથી બહાર થઈ ગયો હતો. તેવામાં આ રેન્કિંગ દરમિયાન તે 763 રેટિંગ પોઈન્ટ સાથે 7માંથી સીધા 5માં નંબર પર પહોંચી ગયો છે. શ્રીલંકા વિરૂદ્ધની મેચમાં તેણે 100મી ટેસ્ટ રમી હતી. તેના સિવાય કેપ્ટન રોહિત શર્મા 761 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. જ્યારે રિષભ પંત 11માંથી ટોપ-10 બેટરની યાદીમાં 10મા નંબરે આવી ગયો છે.
Jadeja reaches the summit 👑
— ICC (@ICC) March 9, 2022
Kohli, Pant move up ⬆️
Some big movements in the latest update to the @MRFWorldwide ICC Men's Test Player rankings 📈
Details 👉 https://t.co/BjiD5Avxhk pic.twitter.com/U4dfnrmLmE
શ્રીલંકા વિરૂદ્ધ પહેલી મેચમાં વિકેટકીપર રિષભ પંતે વિસ્ફોટક ઈનિંગ રમતા માત્ર 97 બોલમાં 96 રન કર્યા હતા. તેવામાં અત્યારે રેન્કિંગ ટેબલમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન પહેલા નંબર પર છે. જ્યારે બીજા નંબર પર ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ તથા ત્રીજા પર સ્ટીવ સ્મિથનું નામ આવે છે. ચોથા નંબર પર કેન વિલિયમ્સન છે. ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં કોઈ મોટો ફેરફાર થયો નથી. પહેલા સ્થાન પર 892 પોઈન્ટ્સ સાથે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિંસ કાયમ છે, જ્યારે બીજા નંબર પર રવિચંદ્રન અશ્વિનનું નામ આવે છે. જ્યારે ટોપ-10માં તેમના સિવાય વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહનું નામ છે. તે અત્યારે 763 પોઈન્ટ્સ સાથે 10માં નંબર પર છે.

