HomeGujarat1 BHKના ફ્લેટધારકોને PGVCL કંપનીએ રૂ.10.41 લાખનું બિલ ફટકાર્યું

1 BHKના ફ્લેટધારકોને PGVCL કંપનીએ રૂ.10.41 લાખનું બિલ ફટકાર્યું

PGVCL કંપનીની અનેક વખત લોલમલોલ સામે આવી છે. ખાસ કરીને જ્યારે પણ મીટર રિંડિગને લઈને કામગીરી થાય છે ત્યારે અનેક વખત મોટી બેદરકારી સામે આવે છે. પણ રાજકોટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જોઈ સૌ કોઈ થોડા સમય માટે ચોંકી જાય એમ છે. પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ તાજેતરમાં જ ગેરરીતિ આચરી કૌભાંડો કરી નાંખતા અને મીટર રીડિંગ પેન્ડિંગ રાખીને એજન્સીઓનો કરાર રદ્દ કરી દેતા હોબાળો મચી ગયો હતો.

હવે વીજકંપનીના જ માણસો મીટર રીડિંગ કરી રહ્યા છે. પરંતુ હાલમાં જ PGVCL કંપનીના કર્મચારીએ પણ મીટરના બિલિંગમાં ભગો કરતા શહેરના રેસકોર્ષ પાર્કમાં રહેતા ફ્લેટને રૂ.10.41 લાખનું બિલ ફટકારી દીધું હતું. 1 બીએચકેના ફ્લેટમાં રહેતા વીજગ્રાહકને 10.41 લાખનું વીજબિલ ફટકારી દેતા વીજગ્રાહક સહિત સૌ થોડા સમય માટે ચોંકી ગયા હતા. રાજકોટ શહેરનો આ વિસ્તાર બેડીનાકા સબ ડિવિઝન હેઠળ આવે છે. જ્યારે બિલ અંગે વાત જાણવા મળી ત્યારે થોડા માટે વીજગ્રાહકના પરિવારમાં દોડધામ મચી ગઈ હતી. કંઈ સમજાય એ પહેલા સવાલ એ થયો હતો કે, આટલું બિલ આવે કેવી રીતે? રેસકોર્સ પાર્ક ફ્લેટ નં. 68/201ના વીજગ્રાહક વાડોદરિયા જયંત રસિકલાલના ઘરે તારીખ 5 માર્ચને શનિવારના રોજ પીજીવીસીએલના જ કર્મચારી મીટર રીડિંગ કરવા આવ્યા હતા. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનાનું વીજબિલ આપી દીધું હતું. ગ્રાહકે જ્યારે બિલની રકમ જોઈ ત્યારે તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, સામાન્ય રીતે દર બે મહિને બે હજાર જેટલું બિલ આવતું હતું. પરંતુ આ વખતે રૂ.10,41,368નું બિલ આવતા આંખ ચાર થઈ ગઈ હતી. આ ઉપરાંત બિલમાં પણ તા.15 માર્ચ સુધીમાં આ બિલ ભરપાઈ કરી દેવાની સૂચના પણ હતી.

હવે આ કેસમાં હકીકત શું છે એ જાણવા માટે વીજગ્રાહકે દોડાદોડી કરી હતી. જોકે, હાલમાં કંપનીએ આ અંગે કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. જોવાનું એ છે કે, બિલમાં શું ભૂલ થઈ છે? એ બિલ અંગે શું કંપનીનો વાંક છે કે, ખરેખર 1BHKના ફ્લેટનું આટલું બિલ આવ્યું છે. આ બિલ સામે આવતા વીજગ્રાહકો સબ ડિવિઝન ઓફિસ સહિત મેઈન ઓફિસ સુધી રજૂઆત કરવા માટે પહોંચી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW