HomeGujaratધ્રુવા જોશી હત્યા કેસમાં યુવાનની હાલત સ્થિર, પોલીસે લીધું મહત્ત્વનું નિવેદન

ધ્રુવા જોશી હત્યા કેસમાં યુવાનની હાલત સ્થિર, પોલીસે લીધું મહત્ત્વનું નિવેદન

રાજકોટની એ ડિવિઝન પોલીસની હદમાં આવતી હોટેલ નોવામાંથી એક યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. જ્યારે યુવાન પણ એસિડ પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો. રાજકોટ એ ડિવિઝન પોલીસે યુવકની સામે હત્યાની કલમ અંતર્ગત યુવતીના પરિવારજનોની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી દીધી હતી. હવે પોસ્ટમોર્ટમ રીપોર્ટ અને FSLના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે. ગુરૂવારે બનેલી આ ઘટનાએ સમગ્ર સૌરષ્ટ્રમાં ચર્ચા ઊભી કરી છે.

હોટેલ નોવામાં જે કપલ હતા એનું નામ જેનિશ અને ધ્રુવા હતું. બંને તરફ થઈ હોટેલમાં ચેકઈન કરાયુ હતું. એ સમયે પોતાની પોતાના આઈડીની ઝેરોક્ષ આપવામાં આવી હતી. એ સમયે યુવતીએ પોતાનું આધારકાર્ડ જમા કરાવ્યું હતું. જેમાં એનો જન્મ 2003માં થયો હોવાનું ફલિત થયું છે. એ પછી મૃતકનું આધારકાર્ડ સામે આવ્યું છે. જોકે, તપાસ એ દિશામાં ચાલી રહી છે કે, યુવતી સગીરા છે કે નહીં. પોલીસ તપાસના અંતે આ રહસ્ય સામે આવશે. જોકે, યુવકની હાલત સ્થિર રહેતા નિવેદન લેવામાં આવ્યું છે. કેટલાક મહત્ત્વના પુરાવા પોલીસને મળ્યા છે. જેના આધારે એની પૂછપરછ કરાશે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી વચ્ચે સંબંધો બંધાયા હોવાનું જાણવા મળ્યું છે. હવે બંને વચ્ચે કોઈ મનદુઃખ હતુ કે, કેમ? કઈ બાબને લઈને ઝઘડા થયા હતા એ તમામ બાબત અંગે પૂછપરછ થયા બાદ માહિતી જાહેર કરાશે.

રાજકોટના આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જે.એસ.ગેડમે કહ્યું હતું કે, હોટલના સીસીટીવી તપાસવામાં આવ્યા છે. જેમાં યુવક અને યુવતી ગુરૂવારના રોજ સવારે 9 વાગ્યે ચેક-ઈન થયા હતા. હાલ આ વિગત મળી છે. જ્યારે કે, સમગ્ર ઘટના બાબતે જાણ પોલીસને રાત્રે 10:30 વાગ્યે થવા પામી છે. આ સમયગાળો શેનો રહ્યો એ અંગે તપાસ થશે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક અને યુવતી પાસે પોતાના ઓળખપત્ર પણ મળી આવ્યા છે. મૃતક યુવતી જામનગરના કાલાવડ ની ધ્રુવા જોશી છે. જ્યારે કે, યુવક ભુજનો જેનિશ દેવાયતકા હોવાનું ઓળખપત્ર પરથી જાણવા મળે છે. હોટેલ સંચાલક ચિંતનભાઈએ જણાવ્યું કે, ગઇકાલે યુવકનો ભાઈ હોટેલે દોડી આવતા સમગ્ર ઘટના સામે આવી છે. અમારે ત્યાં કપલ સહિતના ગ્રાહકોને રૂમ ઓળખ પત્રના આધાર પર દેવામાં આવે છે. અમારે ત્યાં અઠવાડિયામાં અંદાજિત 10-12 કપલ આવતા હોય છે. યુવતીના આધારકાર્ડ સાથે અમે કોઈ છેડછાડ નથી કરી. અમને જે આધાર પુરાવો આપવામાં આવ્યો હતો. તેના પર અમે રૂમ આપ્યો હતો.

યુવકના પિતાએ કહ્યું કે, મારા પર મારા પુત્રનો ફોન આવ્યો હતો કે મારે એક છોકરી સાથે અફેર છે. જેના કારણે મે દવા પી લીધી છે. જ્યારે મેં પૂછ્યું કે, કઈ છોકરી છે તે અંગે પુછતા તેને મને કંઈ કહ્યું નથી. બાદમા મે મારા મોટા પુત્રને ફોન કરતા તેને મને જણાવ્યુ હતુ કે, અમે જેમીસને સારવાર માટે ખાનગી હોસ્પિટલમા લાવ્યા હતા. મીડિયા સામે જેમીસે કહ્યું હતું કે, યુવતીએ મારૂ ગળુ દબાવી દેવા માટે પ્રયાસ કર્યા હતા. મઘુરમ હોસ્પિટલમાં જેનિશની સારવાર ચાલું છે. જોકે, એના ગળાના ભાગે કેટલાક નિશાન પણ જોવા મળ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW