HomeGujaratપત્ની શરીર સુખ ન આપતા નરાધમ બાપે પોતાની 10 વર્ષીય દીકરીની પીંખી...

પત્ની શરીર સુખ ન આપતા નરાધમ બાપે પોતાની 10 વર્ષીય દીકરીની પીંખી નાખી

દક્ષિણ ગુજરાતના મહાનગર સુરતમાંથી ગુનાખોરી પ્રવૃતિઓનો ગ્રાફ દિવસે દિવસે વધી રહ્યો છે. હત્યા, છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. એવામાં સંબંધોની હત્યાનો કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં એક હવસખોર બાપે પોતાની મર્યાદા મૂકીને પોતાની જ દીકરીનો શિકાર કર્યો હતો. સુરતના સરથાણા વિસ્તારમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં 10 વર્ષની બાળકી સાથે પિતાએ કુકર્મ આચરી નાંખ્યું.

ગત ગુરૂવારે બપોરના સમયે હવસભૂખ્યા પિતાએ બાળકી પર કુકર્મ કર્યું હતું. આ અંગેનો ઘટના ક્રમ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે નરાધમ બાપની ધરપકડ કરી લીધી છે. ધરપકડ થઈ એના થોડા સમય બાદ પિતાએ પોલીસને કહ્યું કે, મારી ભૂલ થઈ ગઈ. ઘટના બન્યા બાદદ દીકરીની સાથે રહેલા પિતાએ પોલીસને 17 કલાક સુધી ગોળ ગોળ વાતો કરીને મુદ્દાથી બે ધ્યાન કર્યા હતા. પછી પોલીસે આકરીઢબે પૂછપરછ કરતા ગૂનાની કબૂલાત કરી હતી. આરોપી પિતાએ પોલીસને કહ્યું કે, એની પત્ની આખો દિવસ કામ કરી રહી છે. એને સમય આપતી નથી. શારીરિક જરૂરિયાત પૂરી કરતી નથી. આ કારણે મારાથી આ પાપ થયુ. છેલ્લે તેણે કહ્યું કે, બહોત બડી ભૂલ હો ગઈ. આ પરિવાર મૂળ નેપાળનો છે. જે સુરત કામરેજ રોડ પર સરથાણામાં શ્યામધામ મંદિર પાસે આવેલા એક મકાનમાં રહે છે. પતિ પત્ની ઉપરાંત એના ઘરમાં 10 વર્ષની દીકરી છે. બીજી દીકરી સાત વર્ષની છે. આ સિવાય ચાર વર્ષનો એક દીકરો છે. ગુરૂવારે પત્ની જ્યારે કામ પર ગઈ હતી ત્યારે ત્રણેય સંતાન ઘરમાં એકલા હતા. બપોરના સમયે અજાણ્યા શખ્સને લઈ તે પોતાના ઘરે આવ્યો. 10 વર્ષની દીકરી સિવાય અન્ય બાળકોને બાથરૂમમાં પૂરીને દીકરી પર કુકર્મ આચર્યું હતું.

પીંખાઈ ગયેલી દીકરી લોહીલુહાણ થઈ ચૂકી હતી. તેની નાની બહેને દાદીને આ વાત કરી. બીજા બધા સગા ઘરે આવ્યા અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ પણ દોડતી થઈ ગઈ હતી. પોલીસ નિવેદનમાં દીકરીએ કહ્યું કે, એક અજાણ્યો માણસ આવ્યો હતો. જેના વાળ લાંબા હતા અને કાનમાં કડી પહેરી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે પોલીસે સૌથી પહેલા આસપાસમાં આ માણસ અંગે પૂછપરછ કરી. બપોરના સમયે લાંબાવાળ વાળો અને કાનમાં કડી પહેરેલો વ્યક્તિ એકાદ વાગ્યા આસપાસ દેખાયો હતો. બનાવથી થોડા અંતેર રહેલા એક દુકાનના CCTV ફૂટેજ ચેક કરાયા. ફૂટેજ જોતા જ પોલીસ ચોંકી ગઈ હતી. બપોરના સમયે દીકરીના માતા પિતા આવતા દેખાયા પણ બાપ બે વખત એ જ રૂટ પર આવતો દેખાયો.બીજી વાર 12.07 વાગ્યે તે ઘર બાજુ જતો જોવા મળ્યો. પણ તે ઘરમાંથી બહાર જતો જોવા મળ્યો નથી. તેથી પોલીસની આશંકા મજબુત બની. ફરીથી બંને દીકરીઓની પૂછપરછ કરવામાં આવી. એ સમયે બંને દીકરીઓએ કહ્યું કે, આ કુકર્મ પિતાએ આચર્યું છે. પોલીસે એના પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. 15 દિવસ પહેલા પણ પિતાએ પોતાની દીકરી પર કુકર્મ આચર્યું હતું. એ સમયે દીકરીએ એની માતાને ફરિયાદ કરી હતી. માતાએ સમજાવી હતી કે, પિતા આવું કદી ન કરે. જો ત્યારે જ પિતાનો ચહેરો ઉઘાડો થયો હોત તો આવી ઘટના કદી ન બનત. JCP પી.કે.મલે કહ્યું કે, આ એક ગંભીર ગુનો છે. આરોપીની વધુ પૂછપરછ ચાલું છે. બપોરના સમયે આ ઘટના બની છે. બીજા દિવસે છ વાગ્યા આસપાસ પિતાએ કબૂલાત કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW