ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી એક મોટી ઘટના સામે આવી છે. જેમાં વિસનગર તાલુકાના સવાલા ગામે રાત્રીના સમયે યોજાયેલા લગ્ન પ્રસંગમાં પીરસાયેલું ભોજન ખાવાથી 1200 જેટલા લોકોને ફૂડ પોઈઝન થયું છે. રાત્રીના સમયે આ ઘટનાની જાણ થતા રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વિસનગર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જ્યાં દર્દીઓને ખબર અંતર પૂછ્યા હતા. વિસનગરના સવાલા ગામે શુક્રવારની મોડી રાત્રે એક કોંગ્રેસના આગેવાન વઝીરખાનના પુત્ર શાહરૂખના લગ્નનું રિસેપ્શન હતું.

જેમાં દિલ્હી દરબાર નામના કેટરિંગ વાળાએ ભોજન તૈયાર કર્યું હતું. જેમાં જુદા જુદા પ્રકારની વાનગી તૈયાર કરવામાં આવી હતી. ભોજન લેતાની સાથે જ 1200 લોકોની સ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. આ લોકોને હાલત ખરાબ થઈ ગઈ હતી. લગ્ન પ્રસંગે ભોજન લીધા બાદદ મોટી સંખ્યામાં લોકોને ફૂડ પોઈઝન થઈ ગયું હતુ. હાલત ખરાબ થઈ જતા લોકોને જે કંઈ વાહન મળ્યા એમાં બેસી વિસનગર, વડનગર, મહેસાણા સહિતની હોસ્પિટલમાં પહોંચ્યા હતા. મોડી રાત્રે જિલ્લા ક્લેક્ટર ઉદિત અગ્રવાલ, મહેસાણા SP અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. એક સાથે આટલા લોકોને ફુડ પોઈઝન થતા હોસ્પિટલમાં પણ દોડધામ મચી ગઈ હતી. કુલ 1225 જેટલા દર્દીઓ સરકારે ચોપડે નોંધાયેલા છે. આખી રાત તબીબો અને નર્સની ટીમ કામે લાગી હતી. 95 ટકા દર્દીઓની હાલતમાં સુધારો આવતા હવે આ દર્દીઓને ધીમે ધીમે ડિસ્ચાર્જ આપવામાં આવી રહ્યો છે. આ તમામ દર્દીઓની સ્થિતિ હાલમાં સ્થિર માનવામાં આવે છે. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહેતા કોઈ ગંભીર ઘટના કે મૃત્યું થયા નથી. આ કેસમાં જિલ્લા આરોગ્ય તંત્ર તથા વિસનગરના ધારાસભ્યને નિરિક્ષણ કરવા માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આદેશ કર્યા છે. આ જમણવારમાં લોકોએ ચિકન અને માવાનો હલવો ખાધો હતો. 02762-222220/222299 નંબર જાહેર કરવામાં આવ્યા. આ ઘટના સામે આવ્યા બાદ ઉદિત અગ્રવાલે એક મોટું ટ્વિટ કર્યું હતું. જેમાં તેણે કેટલીક તસવીર શેર કરી હતી.
માન. આરોગ્યમંત્રી શ્રી @Rushikeshmla તેમજ કલેક્ટરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી દ્વારા GMERS, Vadnagar ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ ફૂડ પોઈંઝનીંગના દર્દીઓની તાત્કાલિક મુલાકાત કરવામાં આવી. હાલ દર્દીઓની તબિયત સુધારા પર છે. @pkumarias @CMOGuj pic.twitter.com/JlnmYtNo4M
— Collector Mehsana (@CollectorMeh) March 5, 2022
ક્યા કેટલા દર્દીઓ
વિસનગરની નૂતન હોસ્પિટલમાં 410,
સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં 300,
મહેસાણાની જી.એચ. હોસ્પિટલમાં 206,
વિસનગર સી.એચ.સી. માં 44
ઉંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટસમાં 5,
વડનગર સરકારી હોસ્પિટલમાં 135
સી.એચ.સી. ખેરાલુમાં 7
મહેસાણાની હોસ્પિટલમાં 50


