HomeGujaratCentral Gujaratયુવતીના ઘરે જઈને યુવકે છેડતી કરી, માતાએ વીડિયો ઊતારતા ટપોરીએ કપડાં કાઢ્યા

યુવતીના ઘરે જઈને યુવકે છેડતી કરી, માતાએ વીડિયો ઊતારતા ટપોરીએ કપડાં કાઢ્યા

સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ બાદ રાજ્યના જુદા જુદા વિસ્તારમાંથી યુવતીઓ પર થતા અત્યાચારના કેસ વધી રહ્યા છે. શુક્રવારે રાજકોટમાં આવેલી એક હોટેલમાંથી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવ્યા બાદ મહાનગર અમદાવાદમાંથી છેડતીનો કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના મેઘાણીનગરમાં એક યુવતીને એના જ વિસ્તારમાં રહેતો એક ટપોરી પરેશાન કરતો હતો. એન હિંમત એટલી વધી ગઈ કે, એ તેના ઘરે પહોંચીને યુવતીની છેડતી કરવા લાગ્યો હતો.

જ્યારે યુવતીની માતાએ એનો વીડિયો ઊતાર્યો તો તેણે પોતાના બધા કપડાં કાંઢી નાંખ્યા હતા. જોકે, આ કેસમાં યુવતીની માતાએ આ ટપોરીને ભાનમાં લાવવા માટે પોલીસ ફરિયાદ કરી છે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતી રિયા (નામ બદલ્યું છે) તેના પરિવાર સાથે રહે છે. રિયા રોજ જ્યારે ઘરેથી બહાર નીકળતી ત્યારે આ વિસ્તારનો ટપોરી એની પાસે આવી ગંદી ભાષામાં વાતચીત કરતો હતો. રોજ પોતાની સાથે બની રહેલી આ ઘટનાની જાણ તેણે પોતાના માતાપિતાને કરી. શરૂઆતમાં રિયાના માતા પિતાએ સમાજમાં આબરૂ જવાના ડરથી કોઈ પોલીસ ફરિયાદ ન કરી. ટપોરીની આવી હરકત તેઓ દરરોજ સહન કરતા હતા. પણ હવે ત્રાસ એકાએક વધી જતા રિયાનો પિછો કરતો કરતો તે ઘર સુધી આવી ગયો હતો. રિયાએ પણ આ ટપોરીને પોતાની સાથે વાત ન કરવા અને પાછળ ન આવવા માટે સમજાવ્યો હતો. પણ ટપોરી બોબી નડિયા કોઈ વાત સમજવા માટે તૈયાર ન હતો. તા.2 માર્ચે જ્યારે રિયા ઘરે હતી ત્યારે બોબી આવી ચડ્યો હતો. રિયાને બોલાવી જોર જોરથી ગાળો ભાંડવા લાગ્યો. જેથી બીકની મારી રિયા તથા એની માતા ઘરમાં છુપાઈ ગયા હતા. પણ બહાર બોબીએ એના ઘર પર પથ્થરમારો કર્યો હતો. દરવાજા પર દંડા મારવાના શરૂ કરી દીધા હતા.

બીજી બાજું રિયા અને તેની માતા ઘરમાં અંદર ફફડી રહ્યા હતા. પછી બોબી ભાન ભૂલ્યો અને યુવતીના ઘરની સામે કપડાં ઊતારવા લાગ્યો હતો. ટપોરીએ પોતાના કપડાં ઊતારી નગ્ન થઈ ગયો હતો. યુવતીની માતા જ્યારે આ વીડિયો ઊતારવા માટે ગઈ ત્યારે બોબીએ પોતાનું લીંગ બતાવી ગંદા ઈશારા કરવા લાગ્યો. ઘટના બની એના થોડા સમય બાદ માતાએ એને પાઠ ભણાવવા માટે નિર્ણય કર્યો. માતાએ આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પણ બોબીને પકડવા માટે તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે માતાએ આવ ટપોરીને કડક સજા કરવા અપીલ કરી છે. ઘણી જગ્યાએ યુવતીની છેડતીના બનાવ સામે આવે છે. પણ પરિવાર સમાજમાં ઈજ્જત જવાની બીકે કોઈ ફરિયાદ કરતા નથી. જેના પરિણામે આવા કિસ્સાઓ દબાઈ જાય છે. આ કારણે લુખ્ખાઓ બેફામ બની જાય છે. પછી ગેરકાયદેસર પ્રવૃતિઓ આચરી બેસે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW