HomeGujaratયુટ્યુબર્સોએ જીડીપીમાં આપ્યુ 6800 કરોડ રૂપિયાનું યોગદાન, અધધ... કરે છે કમાણી

યુટ્યુબર્સોએ જીડીપીમાં આપ્યુ 6800 કરોડ રૂપિયાનું યોગદાન, અધધ… કરે છે કમાણી

ભારતમાં યુટ્યુબ ક્રિએટર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સૌથી વધારે ક્રિએટર યુટ્યુબ ઉપર પોતાની કલાનું પ્રદર્શન કરીને કેરિયર બનાવવાની તક શોધી રહ્યાં છે.

યુટ્યુબે એક ઈન્ડિપેંડેટ કન્સલ્ટિંગ ફર્મ અને એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે યુટ્યુબના ક્રિએટર ઈકોસિસ્ટમમાં મોટી ઈકોનોમિક વેલ્યુનું સર્જન કરી રહ્યાં છે અને લગભગ 6.48 લાખ લોકોને ફુલટાઈમ કામ આપી રહ્યું છે. 2020માં તેને ભારતીય અર્થવ્યવસ્થામાં 6800 કરોડ રૂપિયાથી વધારાનું યોગદાન આપ્યું છે.

આ સમયે ભારતમાં 1 લાખથી વધારે સબ્સક્રાઈબર્સવાળા ચેનલની સંખ્યા 40 હજારથી વધારે છે અને તેમાં દર વર્ષે 45 ટકાની વૃદ્ધિ નોંધાઈ રહી છે. તેની સાથે જ યુટ્યુબ ક્રિએટર આ પ્લેટફોર્મ ઉપર નવી તકો અને ઓડિયન્સની સાથે સાથે આવક માટેના નવા રસ્તાઓ ખોલી રહ્યાં છે. પ્લેટફોર્મ ઉપર ચેનલને મોનેટાઈઝ કરવા માટે અલગ અલગ 8 રીત છે. તો આમાંથી કેટલાક યુટ્યુબર્સ તો 6 આંકોમાં કમાણી કરી રહ્યાં છે.

આવી ચેનલ્સની સંખ્યા દર વર્ષે 60 ટકાના દરે વધારો થઈ રહ્યો છે. યુટ્યુબ પાર્ટનરશીપ, એપીએસીના પ્રાદેશિક નિયામક અજય વિદ્યાસાગર અનુસાર ભારતીય ક્રિએટર અર્થવ્યવસ્થામાં આર્થિક વિકાસ અને રોજગારનું સર્જનને પ્રભાવિત કરનારા સોફ્ટ પાવરના સ્વરૂપે ઉભરી રહ્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW