ખંભાળીયામાં બુધવારની રાત્રે એક મોટી ઘટના બનતા અટકી હતી. કારચાલકે કોઈ કારણોસર કાર પરથી કાબુ ગુમાવતા કાર દુકાનમાં અથડાયા બાદ વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી. જે રીતે વીડિયો સામે આવ્યો છે એ જોતા એવું લાગે છે કે, કારમાં બેઠેલી વ્યક્તિ બચી જ નહીં હોય. વીજપોલ સાથે અથડાયા બાદ કાર પલટી ગઈ હતી. એ સમયે નજીકમાં જ હોમગાર્ડના જવાન ડ્યૂટી પર હતા. ત્યાંથી બે બાઈક સવાર પણ પસાર થઈ રહ્યા હતા.
જોકે, સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કાર ચાલક અકસ્માત કરીને ફરાર થઈ જતા પોલીસ આ કેસમાં વધુ તપાસ શરૂ કરી દીધી છે. ખંભાળીયામાં મોડી રાત્રે આ ઘટના બની હતી. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ વીડિયોમાં કાર પુરપાટ વેગથી આવતી જોવા મળે છે. પહેલા દુકાનો સાથે અથડાયા બાદ કાર વીજપોલ સાથે અથડાઈ હતી. વીજપોલ સાથે અથડાયા બાદ કાર બેથી ત્રણ વખત પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે હોમગાર્ડના જવાનો દોડ્યા હતા. જોકે, કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે કાર મારી મૂકી હતી. પોલીસે આ કેસમાં આરોપીની શોધખોળ ચાલું કરી દીધી છે. જ્યારે આ કારે અકસ્માત કર્યો ત્યારે નજીકમાંથી એક બાઈક પણ પસાર થઈ રહ્યું હતું. જ્યારે કાર દુકાન સાથે અથડાઈ ત્યારે બાઈકસવાર એની ખૂબ જ નજીક હતા. અણી ચૂક્યો 100 વર્ષ જીવે એવો ઘાટ જોવા મળ્યો હતો. કાર દુકાન બાજું અથડાતા બાઈક ચાલકનો બચાવ થયો હતો. અકસ્માત બાદ વીજપોલ પાસે કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
કાર પર એટલી સ્પીડમાં હતી કે, આગળના ભાગ અને બનેટના ભાગનું પડીકું વળી ગયું છે. અકસ્મતા કર્યા બાદ શખ્સો કાર દૂર છોડીને નાસી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોય કે જાનહાનિ થઈ હોય એવું જાણવા મળ્યું નથી. એટલું જ નહીં વીજ પોલ પાસે રહેલો ઓટલો પણ તૂટી ગયો હતો. જોકે, આ ઘટનના લઈને હજુ સુધી કોઈ વ્યક્તિ પકડાઈ હોય એવું જાણવા મળ્યું નથી.

