ગુજરાત રાજ્યનું વિધાનસભાનું બજેટસત્ર શરૂ થઈ ચૂક્યું છે. વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસના ધારાસભ્યો સુત્રોચ્ચાર કરી રહ્યા છે. જેના કારણે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પોતાનું ભાષણ વચ્ચેથી પડતુ મૂકી દીધું હતું. એ પછી વિધાનસભાના પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે એવું જણાવ્યું હતું કે, રાજ્યપાલ તરફથી ભાષણમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, અખંડ ભારતના નિર્માતા વલ્લભભાઈ પટેલ અને રવિશંકર મહારાજના નામનો ઉલ્લેખ કરાયો.
અમારે વિપક્ષ તરીકે સવાલ કરવો પડે કે, તમે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતની વાત કરતા હોવ તો ગોડસે સેવકો અત્યારે ગુજરાતમાં સત્તામાં બેઠેલા છે. તેઓ રાજ્યપાલને છાપેલું ભાષણ વાંચવાની ફરજ પાડે છે. આ તો ગુજરાતનું અપમાન છે. ગાંધીના હત્યારા ગોડસે સામે વિધાનસભામાં એક પણ શબ્દ ઉઠાવવામાં ન આવે એ ગાંધીનું નામ લઈ ગુજરાતની પ્રજાને ખોટા રસ્તે દોરવાનું કામ થઈ રહ્યું છે. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધમાં ફસાયેલા આપણા 20 હજાર જેટલા વિદ્યાર્થીઓને તમે વતનમાં પાછા લાવી શકતા નથી. ભારતને મહાસત્તા બાજું આગળ વધારવાનું કોંગ્રેનું સપનું હતું. જેને ધ્વંસ કરી દેવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. આ સાથે 75 લાખની પોલીસના કટકી કાંડમાં અધિકારીની માત્ર બલી કરીને સંતોષ માની લેવાયો. મને એવું લાગે છે કે, ભાજપે ભ્રષ્ટાચારને નવું રૂપ આપ્યું છે. રાજ્યપાલના ભાષણમાં બીજું તો કંઈ જ નથી. માત્ર ને માત્ર પોતાના વખાણ કરવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રપિતા ગાંધીજીને યાદ કરીને પોતાના ભાષણની શરૂઆત કરી હતી. પણ કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે હસ્તક્ષેપ કર્યો. એવો આગ્રહ હતો કે, ભાજપ રાષ્ટ્રપિતાના હત્યાના ગોડસેનું મહિમા મંડન કોઈ રીતે બંધ કરાવે. વિધાનસભામાં થયેલા હોબાળાને ધ્યાને લીધા વગર તેમણે પોતાનું ભાષણ થોડા સમય માટે ચાલું રાખ્યું હતું.

એ પછી કોંગ્રેસના અનેક એવા ધારાસભ્ય પોતાના સ્થાને ઊભા રહી ગયા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ તથા ગુજરાતના કાંઠે ડ્રગ્સની હેરાફેરી મામલે ગૃહમંત્રીની નિષ્ફળતા ગણાવીને રાજીનામું દેવા માટે માંગ કરી હતી. જોકે, વિધાનસભામાં હોબાળો કરવાનો કોંગ્રેસને આ પ્રિ પ્લાન હતો. જોવાનું એ રહે છે કે, આ સત્રમાં રાજ્યના હિતમાં કેવી અને કેટલી કામગીરીને પ્રાધાન્ય મળી રહે છે.


