મોરબી જિલ્લા પંચાયતની જેતપર સીટ જેમાં આવેલી ગ્રામપંચાયત જે સમરસ થઈ હોય એ ગ્રામપંચાયતને રૂ.1 લાખનું ઈનામ આપવાની જિલ્લા પંચાયતના સભ્ય અજય લોરિયાએ જાહેરાત કરી હતી. આ જાહેરાતના ભાગરૂપે 16 ગામોને રૂ.1 લાખનો ચેક મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે 16 ગામના ગ્રામજનો તથા પક્ષના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી,બાબુભાઇ હુંબલ,તાલુકા ભાજપ મહામંત્રી બચુભાઈ ગળચર, જિલ્લા પંચાયત ચેરમેન હીરાભાઈ ટમારિયા,પ્રવીણભાઈ સોનગ્રા,અશોકભાઈ ચાવડા,વિશાલભાઈ ઘોડાસરા,રાકેશભાઈ કાવર,અશોકભાઈ દેસાઈ, સદસ્ય રવજીભાઈ,મેરાભાઈ તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં 16 ગામોને 1-1 લાખની આર્થિક ભેટ આપવામાં આવી છે.

