ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા પટેલે ભીની આંખે એક વીડિયો મેસેજ આપ્યો છે. જેમાં તેઓ કહે છે કે, કોંગ્રેસના નેતા મારી નજર સામે નાની વયની યુવતીને રૂમમાં લઈને જતા. જેમાં તે પોતે પીડિત છે અને પૈસા કે સંપત્તિ નહીં પણ ન્યાય સન્માન સાથે પતિ પાછ જોઈએ છે એવી વાત કહે છે. આ વીડિયો સાથે તેમણે એક પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો એમને કોઈ રીતે ન્યાય નહીં મળે તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર તે ધરણાં કરવા બેસી જશે.
ગુજરાત રાજ્યમાં રાહુલ ગાંધીની મુલાકાત થાય એ પહેલા જ વીડિયો અને લેટર બોંબ સામે આવ્યો છે. એ પણ કોંગ્રેસના નેતાની પત્નીનો. જેમાં તેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રેશમા પટેલ કહે છે કે, કોંગ્રેસ નેતા મારી નજર સામે નાની વયની યુવતીને રૂમમાં લઈ જતા હતા. અમેરિકાથી રેશમા પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકીએ મને ઘરમાંથી કાઢી મૂકી. અમેરિકામાં મારી પાસે કોઈ સારી નોકરી નથી. બીજાના ઘરે કામ કરીને જીવન પસાર કરૂ છું. પતિ ભરતસિંહને કારણે મેં મારા પિતાને ગુમાવી દીધા. તેઓ 20 દિવસ માટે અમેરિકા આવીને ગયા પણ એકવાર મારો કોઈ સંપર્ક કર્યો નથી. કોઈ વ્યક્તિ આવો નિષ્ઠુર કેવી રીતે હોઈ શકે છે. તે અન્ય મહિલાઓ સાથે ચેટિંગ કરવામાં વ્યસ્ત હોય છે. એની અન્ય મહિલાઓ પ્રત્યેની દ્રષ્ટિ ખરાબ છે. એનામાં કોઈ શરમ જેવું નથી. બીજી બાજું આ વીડિયોમાં તે કહે છે કે, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી કહે છે કે, મહિલા લડ શકતી હૈ પણ ગજરાતમાં એમના જ પક્ષના નેતાની વહૂ સાથે અન્યાય થાય છે. સંપત્તિની મને કોઈ લાલચ નથી. મને એક સન્માન જોઈએ છે. પણ મેં મારા પતિને જ મારી નજર સામે 22થી 28 વર્ષની બીજી યુવતીઓને રૂમમાં લઈને જતા જોયા છે. જે અન્ય મહિલાઓ સાથે સંબંધ બાંધે છે. આ અંગે મેં નામજોગ પ્રભારી રઘુ શર્માને જણાવ્યું છે.
પણ તેમણે કોઈ પ્રકારના પગલાં લીધા જ નથી. ઓળખાણ હોય એવી મહિલાઓને તેઓ ટિકિટ અપાવતા હતા. જેના કારણે કોંગ્રેસને હારનો સામનો કરવો પડે છે. જોકે, આ પહેલા પણ તેમણે પોતાના પતિ સામે ઘણા ઘટસ્ફોટ કર્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સભ્યોની દ્રષ્ટિએ પણ તૂટી રહી છે. એવામાં આંતરિક ડખા સામે આવતા અનેક તર્ક વિતર્ક ચર્ચામાં છે. ખાસ કરીને કોંગ્રેસ નેતાની પત્નીએ આ પ્રકારના આક્ષેપ કરતા હડકંપ મચી ગયો છે.


