પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા રાજ્ય સરકારના ગુડ ગર્વન્સના ભાગરૂપે વીજ ગ્રાહકોને વીજ બીલ ભરપાઈ કરવામાં સરળતા અને સુવિધા મળી રહે તે માટે ક્યુઆર કોડ સાથે વીજબિલ આપવાની શરૂઆત રાજકોટથી કરાઈ છે. જેમાં ગ્રાહકોને વીજબિલમાં ક્યુઆર કોડ અપાયો છે જેના માધ્યમથી ગ્રાહકો આ ક્યુઆર કોડને સ્કેન કરીને પોતાના નંબર અને જરૂરી વિગત ભરીને સરળતાથી ગણતીરીની મિનીટમાં વીજબિલ ભરી શકશે.

પીજીવીસીએલ દ્વારા TEMNAN વીજ ગ્રાહકોને ઘરેબેઠા વીજબિલનું ડિજિટલ પેમેન્ટ કરવાની વધુ એક સરળ સુવિધા આપવામાં આવી છે. જેમાં શરૂઆતના તબક્કામાં શહેરના આજી ઈન્ડસ્ટ્રીયલ સબ ડિવીઝનના ગ્રાહકોને ક્યુઆર કોડ સાથેના વીજબિલ આપવામાં આવ્યાં હતાં. આ ક્યુઆર કોડ સ્કેન કરવાથી પીજીવીસીએલનું પોર્ટલ ખુલી જશે અને સરળતાથી ગ્રાહકો પોતાની આંગળીના ટેરવે ગ્રાહક નંબર અને જરૂરી પુરાવા આપી સરળતાપૂર્વક પોતાનું વીજબિલ ઘરેબેઠા ભરી શકશે.

