મોરબીમાં શુક્રવારે ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલ ખાસ હાજરી આપવા માટે આવવાના છે. પણ શુક્રવારે સવારે કોંગ્રેસ કાર્યાલય ખાસે કોંગ્રેસ આગેવાનો તથા કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીના કાર્યક્રમનો વિરોધ કરી, કાળી પટ્ટી દેખાડી, નારેબાજી કરીને આ મેળાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓની મુખ્યમંત્રી આવે એ પહેલા જ અટકાયત કરી લેવામાં આવી હતી.

મોરબીમાં તાં24થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં તા.25ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજરી આપવાના છે. કોરોના કાળ દરમિયાન સ્થગિત થયેલ ગરીબ કલ્યાણ મેળાઓ ફરીથી શરૂ થતાં રાજ્યભરમાં ત્રણ દિવસ દરમિયાન વિવિધ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 24 ફેબ્રુઆરીના રોજ દાહોદ, 25 ફેબ્રુઆરીના રોજ મોરબી તેમજ 26 ફેબ્રુઆરીના રોજ અમરેલી મુકામે રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રીને આવકારવા માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જ્યારથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું મોરબી આવવાનું નક્કી થયું છે ત્યારથી કોંગ્રેસે પણ આ સમગ્ર કાર્યક્રમ અને મુખ્યમંત્રી ભપેન્દ્ર પટેલનો વિરોધ કર્યો હતો. પોલીસે કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાત કરી લીધી હતી. .


