HomeGujaratજામનગરમાં રસ્તે રખડતા ઢોરનો આતંક, બે પશુઓએ વૃદ્ધને ફંગોળ્યો

જામનગરમાં રસ્તે રખડતા ઢોરનો આતંક, બે પશુઓએ વૃદ્ધને ફંગોળ્યો

જામનગર શબેરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે. છાશવારે રાજમાર્ગો ઉપર અકસ્માતના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. ત્યારે આજે શહેરમાં રસ્તે રખડતા બે પશુઓએ વૃદ્ધને ફુટબોલની જેમ ફંગોળતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે લોકોમાં પણ રોષની લાગણી ફેલાઈ છે.

શહેરમાં રખડતા ઢોરોના હુમલાના બનાવો છાશવારે સામે આવી રહ્યાં છે. થોડા મહિના પહેલા લાખોટા તળાવ પાસે એક વાહનચાલકને રખડતા ઢોરે હડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે ગતરાત્રીના શહેરના નવાગામ વિસ્તારમાં આવેલી ઈન્દિરા સોસાયટીમાં રાત્રે બે રખડતા ઢોર દોડી આવ્યાં હતાં. જેણે રસ્તે જઈ રહેલા એક વૃદ્ધને હડફેટે લીધા હતાં. બે ઢોરે વૃદ્ધ ઉપર હુમલો કરીને તેને ફુટબોલની જેમ લાતો મારી હતી.

આ ઘટનાની સાથે જ આસપાસના લોકો એકઠા થઈ ગયાં હતાં અને બંન્ને ઢોરને ત્યાંથી દુર કરવાનો પ્રયત્ન કર્યો હતો છતા ઢોરોએ વૃદ્ધને લાતો મારવાનું શરૂ રાખ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાંના સ્થાનિકોએ કેમેરામાં કેદ કરી હતી. સ્થાનિક લોકોએ વૃદ્ધને બચાવીને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યાં હતાં. આ અંગે જ્યારે તે વિસ્તારના નગરસેવકો દ્વારા રજૂઆત કરાતા આખરે મહાનગરપાલિકા તંત્રએ ઢોર પકડવાની ગાડી બોલાવીને ઢોરને પકડવાની કામગીરી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW