HomeGujaratCentral Gujaratશુભ સમાચાર, રાજકોટમાં દોઢ મહિના બાદ કોર્ટની ફિઝિકલી કામગીરી શરૂ

શુભ સમાચાર, રાજકોટમાં દોઢ મહિના બાદ કોર્ટની ફિઝિકલી કામગીરી શરૂ

રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર પૂર્ણ થતા જ સ્કુલ, કોલેજોમાં ઓફલાઈન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે આજે દોઢ મહિના બાદ રાજકોટની કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી કરાઈ હતી. વકીલોએ શ્રીફળ વધેરીને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી.

રાજકોટની સિવિલ હોસ્પિટલ ચોકમાં આવેલી કોર્ટમાં દોઢ મહિના બાદ આજથી ફરી ફિઝિકલ કાર્યવાહી શરૂ થતા રાજકોટ બાર એસોસિએશન દ્વારા શ્રીફળ વધેરી એકબીજાના મોં મીઠા કરાવી કોર્ટમાં પ્રવેશ કર્યો હતો. કોરોનાની પરિસ્થિતિ સામાન્ય થતા બાર એસો. દ્વારા ફિઝિકલ કાર્યવાહી શરૂ કરવાની માગ કરાઈ હતી. જેને માન્ય રાખીને આજથી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી શરૂ કરાઈ છે. જેને વકીલોએ પણ આવકારી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW