HomeGujaratરાજકોટ ડિવિજનના TTE ની સતર્કતા ના કારણે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરતી...

રાજકોટ ડિવિજનના TTE ની સતર્કતા ના કારણે ટ્રેનમાં મુસાફરોના સામાનની ચોરી કરતી મહિલા ચોર ઝડપાઈ

   પશ્ચિમ રેલ્વે  રાજકોટ ડિવિઝનના ટીટીઈ નિરંજન પંડ્યા ડ્યુટી પર જવા માટે પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર પર ઉભી હતી અને એક મહિલા અચાનક દોડીને ટ્રેનના એસી કોચ B-1માં પ્રવેશી હતી. થોડા સમય પછી જ્યારે ટ્રેન દોડવા લાગી ત્યારે તેજ મહિલાએ બેગ લઈને ચાલતી ટ્રેનમાંથી છલાંગ લગાવી હતી ટ્રેનમાં ચડતી વખતે મહિલા પાસે કોઈ બેગ હતી નહિઁ અને નીચે ઉતરતી વખતે તેના પાસે બેગ હતી, મહિલા પર શંકાના જતા ટીટીઈએ રોકી હતી. ત્યારબાદ એસી કોચમાંથી બે મુસાફરોએ બૂમો પાડવાનું શરૂ કર્યું કે મહિલા તેની બેગ લઈને ભાગી ગઈ  છે.

ટીટીઈ પંડ્યાએ તરત જ મહિલા પાસેથી બેગ લઈને તે પેસેન્જરને ચાલુ ટ્રેનમાં પાછી આપી અને પછી મહિલાને ટિકિટ બતાવવા કહ્યું.મહિલા પાસે ટિકિટ ન હતી અને તે યોગ્ય રીતે જવાબ આપી શકતી ન હતી.ત્યારબાદ TTE પંડ્યાએ જોયું કે સ્ટેશન પર બેન્ચની પાછળ આ મહિલાએ બીજી એક બેગ પણ છુપાવી હતી. ટીટીઈએ આ ઘટના અંગે તાત્કાલિક આરપીએફ સ્ટાફ અને કંટ્રોલને જાણ કરી અને ફરજ પરના આરપીએફ સ્ટાફ આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સીતારામ મગાવા અને કોન્સ્ટેબલ હરેશ સોંડલાને મહીંલાને સોંપી અને તેઓ ફરજ પર ગયા હતા. 

   બીજી તરફ આરપીએફ દ્વારા મહિલાની પૂછપરછ કરતા અગાઉ રાત્રે મુસાફરોની ઊંઘનો લાભ ઉઠાવીને ટ્રેનમાંથી સામાનની ચોરી કર્યાની કબુલાત કરી હતી.આ પછી સમીમબાનો સફિયોદીન દાઉદ મોમીનને જીઆરપીને સોંપવામાં આવી હતી અને તેના વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો.બીજી તરફ કિશોર ભાઈ ટંડેલ નમનો મુસાફર તેમના પરિવાર સાથે વલસાડથી પોરબંદર ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા,તેમણે ટીટીઈને પોતાની જાંબલી રંગની ટ્રોલી બેગ ચોરાઈ ગયાનું જણાવ્યું હતું.
 કોસંબાનો રહેવાસી છે તેના સંબંધીના લગ્નમાં પોરબંદર જઈ રહ્યો હતો. ટીટીઇ દ્વારા આરપીએફ કંટ્રોલ રાજકોટને જાણ કરવામાં આવી હતી જ્યાંથી જાણવા મળ્યું હતું કે રાજકોટ સ્ટેશન પર મહિલા ચોર પાસેથી મળેલી બેગ એ જ છે. માહિતીની સંપૂર્ણ ચકાસણી કર્યા પછી, ટ્રોલી બેગ અને તેનો તમામ સામાન, જેની કિંમત લગભગ આશરે 1.75 લાખ રૂપિયા હતી,તે પેસેન્જરને પરત કરવામાં આવી હતી. આ ટ્રૉલી બેગમાં સોનાનું એક મંગળસૂત્ર, રૂ. 11500/- રોકડા, એક લેડીઝ પર્સ, ઈમિટેશન જ્વેલરી, ઘડિયાળ અને કપડાં હતા.જેથી મુસાફરને સામાન પરત કરવા તજવીજ હાથ ધરી હતી 
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW