સુરતના પલસાણામાં ઈકો ટેક્સટાઈલ પાર્કમાં આવેલી રતન પ્રિયા મિલમાં કામ કરતા યુવાનની કાપડાના તાકા નીચેથી સડી ગયેલી દુર્ગંધ મારતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસે મિલના સીસીટીવી તપાસ કરતા યુવાનની સાથે કામ કરતા શખસે કાપડના તાકા નાખી દાટી દઈ હત્યા કરી હોવાનો તેમજ શખસ મૃતકની પત્ની સાથે એકતરફી પ્રેમમાં હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

પલસાણાના ઈટાળવા ગામે કાઠિયાવાડી હોટલની પાછળ આવેલા બિલ્ડીંગમાં આકાશબાબુ રામબહાદુર કોરી નામનો યુવાન પોતાની પત્ની સાથે રહેતો હતો અને ઈકો ટેક્સટાઈલ પાર્કમાં રતન પ્રિયા મિલમાં કામ કરતો હતો. તેની સાથે આ જ મિલમાં ગિરજાસંકર નામનો શખસ પણ કામ કરતો હતો. લક્ષ્મણને આકાશબાબુની પત્ની ગમતી હોવાથી એકતરફી પ્રેમ કરતો હતો. આ પહેલા પણ આકાશબાબુની પત્નીની છેડતી કરતા લક્ષ્મણને ઠપકો આપ્યો હતો.

ગત સોમવારે રાત્રે આકાશબાબુ અને લક્ષ્મણ મીલમાં નોકરીએ કામ કરતા હતા. ત્યારે મધરાત્રે આકાશબાબુ કાપડના તાકા નજીક ઉંઘી ગયો હતો. એ સમયે લક્ષ્મણે કાપડના તાકા આકાશબાબુ પર નાખી દઈ તેની હત્યા નીપજાવી હત્યાં કરી હતી. ગુરૂવારે સવારે કાપડના તાકામાંથી દુર્ગંધ આવતા કાપડના તાકા ખસેડતા આકાશબાબુની સડેલી લાશ મળી આવી હતી.

