HomeGujaratરાજકોટ કોર્પો.ના કમિશનર શહેરની મુલાકાતે નીકળ્યા અને મંજૂરી વગર 4 વૃક્ષ કાપવા...

રાજકોટ કોર્પો.ના કમિશનર શહેરની મુલાકાતે નીકળ્યા અને મંજૂરી વગર 4 વૃક્ષ કાપવા બદલ નોટિસ ફટકારી

રાજકોટ કોર્પોરેશનના કમિશનર અમિત અરોરા શહેરનાં વિવિધ સ્થળોની અચાનક મુલાકાતે નીકળ્યા હતા. આ દરમિયાન સિટી વિસ્તાર એવા નાનામવા મેઈન રોડ પર મંજૂરી વગર વૃક્ષ કાપેલા હોવાનું એમની નજરે પડતા એક્શન લેવા માટેના આદેશ આપ્યા હતા. આથી તુરંત જ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે ગાર્ડન શાખા તરફથી ડાઉનટાઉન રેસ્ટો કાફેને મંજૂરી વગર વૃક્ષ કાપવા બદલ નોટિસ આપવામાં આવી હતી.

ગઈકાલે મ્યુનિ. કમિશનર શહેરના રાઉન્ડમાં નીકળતા નાનામવા મેઈન રોડ, વોર્ડ નં. 11માં આવેલી ડાઉનટાઉન રેસ્ટો કાફે પાસે ચાર વૃક્ષ કપાયેલા હતા. આથી તુરંત જ તપાસ કરવા સુચના આપી. પછી માલુમ પડ્યું હતું કે આ રેસ્ટો કાફેએ રાજકોટ મહાનગરપાલિકાની પરવાનગી વગર જ પેલ્ટોફાર્મના ચાર વૃક્ષ ગેરકાયદેસર રીતે કાપ્યા છે. આ માટે આ કાફેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. શહેરના સેન્ટ્રલ ઝોનના વોર્ડ નં. 2નાં અને રેસકોર્ષના વાર્ષિક ઝોનલ મશીનરી કામો માટે એજન્સી ‘ઓમ કન્સ્ટ્રકશન’ (પ્રવીણભાઈ આર. ચૌહાણ)ની નિમણુંક કરવામાં આવી હતી. પરંતુ તેઓએ વોર્ડના મેશનરી ઝોનલ કામો તથા રેસકોર્ષના ઝોનલ કામો કરવાનું બંધ કરી દેતા રાજકોટ મહાનગરપાલિકાએ આ એજન્સીને કામો શરૂ કરવા પત્રથી તેમજ મૌખિક પણ જાણ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW