HomeGujaratT20: વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હરાવી ભારત 1-0થી આગળ, ડેબ્યું મેચમાં બિશનોઈનો...

T20: વેસ્ટ ઇન્ડિઝને 6 વિકેટથી હરાવી ભારત 1-0થી આગળ, ડેબ્યું મેચમાં બિશનોઈનો જાદુ છવાયો

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાયેલી t20 મેચમાં ભારતની શરૂઆત એકદમ તૂફાની રહી હતી પણ આ તૂફાની શરૂઆતને બ્રેક ત્યારે લાગતી જ્યારે રોહિત શર્મા 40 રન બનાવીને આઉટ થયો હતો. ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર ઓડિયન સ્મિથના હાથે રોસ્ટન ચેઝના હાથે તે કેચ આઉટ થયો હતો. સાવ ઓછા રનથી રોહિતને પાછા ફરવું પડ્યું હતું.

એ પછી વિરાટ કોહલી બેટિંગ કરવા ઉતર્યો અને ઈશાન કિશન સાથે આગળની ઇનિંગ્સ સાંભળવાની કોશિશ કરી પરંતુ, 16 ઓવર સુધીમાં વેસ્ટ ઇન્ડિઝની બોલિંગે એવો તરખાટ મચાવ્યો કે, તેમણે વિરાટ કોહલી અને ઈશાન કિશનને તો પેવિલિયન ભેગા કર્યા. તેની સાથે જ તેમણે પંતને પણ સેટ થવાનો મોકો ના આપ્યો અને 126 રનમાં જ ભારતીય ટિમ પોતાની મહત્વની ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને આ સાથે સિરીઝમાં પહેલી મેચમાં હારના એંધાણ દેખાઈ રહ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને વેંકટેશ અય્યરે આ સ્થિતિને સાંભળી. 19મી ઓવરના ચોથા બોલ પર પોઈન્ટ અને કવર વચ્ચે બાઉન્ડ્રી ફટકારી હતી.તે જ સમયે, બીજા જ બોલ પર મિડ-વિકેટ પર છગ્ગો ફટકાર્યા પછી ટીમની જીત નક્કી કરી.

ભારતને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ, રવિ બિશ્નોઈએ ડેબ્યૂ મેચમાં જ કરી કમાલ. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જ્યારે મેજબાની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ODI શ્રેણીમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું હતું. ભારતને પ્રથમ મેચમાં જીતવા માટે 158 રનનો ટાર્ગેટ મળ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી નિકોલસ પૂરને સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. ભારત તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષલ પટેલે બે-બે વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈને વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ T20 મેચ પહેલા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી, ત્યારે દરેકને તેની પાસેથી વધુ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા હતી અને તે જ થયું.રવિ બિશ્નોઈએ પોતાની ડેબ્યૂ મેચમાં શાનદાર બોલિંગ કરી, તેણે 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા અને તેણે 2 વિકેટ લીધી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW