HomeGujaratમોરબીના વોર્ડ 5માં ભૂર્ગંભ ગટરની સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયા,

મોરબીના વોર્ડ 5માં ભૂર્ગંભ ગટરની સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયા,

સૌરાષ્ટ્રની સૌથી મોટી નગરપાલિકા એવી મોરબી નગરપાલિકાના શેહરીજનો મહાનગર બનવાના સપના જોઈ રહ્યા છે. જોકે શહેરની સ્થિતિ ગ્રામ્ય વિસ્તારને પણ શરમાવે તેવી છે મોરબી શહેરના વોર્ડ 5માં લાંબા સમયથી ગંદકીના ગંજ ખડકાયા છે ખાસ કરીને વોર્ડ 5 વિસ્તારમાં આવતા ગૌરાંગ શેરી,પારેખ શેરી તેમજ કંસારા શેરીમાં છેલ્લા એક મહિનાથી પાલિકાના કર્મચારીઓ સફાઈ માટે અઆવતા નથી જેના કારણે આ વિસ્તારમાં ગંદકીના ગંજ ખડકાયા છે.

ભૂગર્ભ ગટરની સમસ્યા વધી છે આ વોર્ડમાં તમામ કાઉન્સીલર સતા પક્ષના છે તેમ છતા પાલિકાના સતાધીશો પોતાના વિસ્તારમાં સફાઈ કામગીરી પણ કરાવી શકતા નથી આ બાબતે મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશ ભાઈ પંડ્યા,જગદીશભાઈ બાંભણિયા,અશોક ખરચરિયા,મુસાભાઈ બ્લોચે ચીફ ઓફિસરને લેખિત આવેદનપત્ર આપી આ વિસ્તારમાં તાત્કાલિક સફાઈ કરાવવામાં આવે તેવી માગણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW