Tuesday, October 28, 2025
HomeGujaratઆમ આદમી પાર્ટી સુરતના ગ્રૂપમાં કોઈએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો, પછી...

આમ આદમી પાર્ટી સુરતના ગ્રૂપમાં કોઈએ અશ્લીલ વીડિયો પોસ્ટ કર્યો, પછી…

આમ આદમી પાર્ટી સુરતમાં એક પછી એક નવા વિવાદ ઉભા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં આદમી પાર્ટીના આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપમાં શુક્રવારે બિભત્સ ક્લીપ સાથેનો એક મેસેજ વાઈરલ થયો હતો. ગ્રુપએડમીન મમતા પાટીલ નામની મહિલા હોવાનું જાણવા મળ્યું હતું. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી આદમી પાર્ટીની હાલત થઈ ચૂકી છે. પક્ષપલટાની કળ હજી વળે તે પહેલા વધુ એકવખત રાજકીય પાર્ટી આમ આદમી પાર્ટીની આબરૂનું ધોવાણ થયું હોય તેવી એક ઘટના સામે આવી છે.

આદમી પાર્ટીના આપ સુરત નામના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ ક્લીપ સાથેનો એક મેસેજ વાઈરલ થયો હતો. જેને લઈને ચકચાર મચી ગઈ હતી. ગ્રુપમાં સબ કુછ કરો લવ નહીં. નામથી સ્ટેટસ ધરાવતા કાર્યકરે આપ સુરત નામથી બનાવાયેલા વોટ્સએપ ગ્રુપમાં એક બિભત્સ ક્લીપ મુકી હતી. જોકે, આ મામલે હજુ સુધી એવી કોઈ ચોખવટ સામે આવી નથી. ચર્ચા એ વાતની થઈ રહી છે કે, આ ગ્રૂપની એડમીન એક મહિલા છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page