કોરોનાની પહેલી, બીજી અને ત્રીજી લહેરમાં દરેક લોકોએ અનેક કડવા અનુભવો કર્યાં છે. ત્યારે આજે અમદાવાદ મેડીકલ એસો. દ્વારા શરૂ કરવામાં આવેલી હેલ્પલાઈન નંબર ઉપર 72 વર્ષના વૃદ્ધાએ પોતાના 75 વર્ષના પતિ માટે મદદ માટે ફોન કરતા સૌ કોઈ ચોંકી ઉઠ્યાં હતાં. પિતા કોરોનાગ્રસ્ત થતા તેને મદદ કરવાના સ્થાને પુત્રએ પિતાનો સાથ છોડી દીધો હતો.

મેડીકલ એસોસિએશન હેલ્પ લાઈનમાં સેવા આપી રહેલા ડો. યોગેશ ગુપ્તાએ આ અંગે જણાવ્યું છે કે, 72 વર્ષની વૃદ્ધ મહિલાએ તેમના પતિ કે જેની ઉંમત 75 વર્ષ હતી તે કોરોના સંક્રમિત થયા હોય માર્ગદર્શન માટે ફોન કર્યો હતો. તેણીએ પોતાની આપવીતી સંભળાવી હતી. જેમાં તેણીએ દિકરા તેમની સાથે જ રહેતા હોવા છતા પણ પિતાની સારવાર કરી નહીં અને તેનો સાથ છોડી દીધો હતો. આ સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતાં.

