રાજ્ય સરકારના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા કોઈ પણ કારણ આપ્યા વિના અચાનક રદ કરી દીધી હતી.જે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં પણ આવી નથી. જેથી રાજ્યભરમાં ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. અને વિરોધ પક્ષ દ્વારા આ ભરતી પ્રકિયામાં ગોટાળાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

સાથે સાથે તેનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર પર આ ભરતી પ્રકિયામાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ કરી મળતિયાઓને તેમાં સેટિંગ થઇ ભરતી ન થતા આ પરીક્ષા રદ કરવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા.

મોરબીના નવા બસ સ્ટેશન ખાતે યુવા કોંગ્રેસે ચક્કાજામ કરી સરકારની આવી અન્યાયી નીતિના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યો હતો. પોલીસે તમામ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.


