HomeGujaratમોરબી સિવિલ હોસ્પીટલમાં રેડીયોલોજીસ્ટ જગ્યા ન ભરતા લાખોની કિમતના સોનોગ્રાફી મશીન બંધ,

મોરબી સિવિલ હોસ્પીટલમાં રેડીયોલોજીસ્ટ જગ્યા ન ભરતા લાખોની કિમતના સોનોગ્રાફી મશીન બંધ,

મોરબી જિલ્લાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી તબીબ,રેડીયોલોજીસ્ટ, લેબ ટેક્નિશયન, તેમજ પેરા મેડિકલ સ્ટાફની ઘટ્ટ છે.એક પણ રેડીયોલોજીસ્ટ ન હોવાના કારણે સિટી સ્કેન તેમજ સોનોગ્રાફી મશીન બંધ છે જેના કારણે દર્દીઓને ન છૂટકે ખાનગી લેબોરેટરીમાં 2000થી 3000 સુધીનો ખર્ચ થઇ રહ્યો છે.જિલ્લા હોસ્પિટલમાં સીવીલ સર્જન, જિલ્લા કલેક્ટર તેમજ મંત્રી સહિતના પ્રજાના સેવકોની નજર સામે ગરીબ પરિવારની પરસેવાની કમાણી ખાનગી લેબોરેટરી સંચાલકો લૂંટ ચલાવી રહ્યા હોવા છતાં મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યા છે.

મોરબી જિલ્લાની સૌથી મોટી સીવીલ હોસ્પિટલમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. ઔધોગિક શહેર હોવાના કારણે અલગ અલગ ફેકટરીમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો પણ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા હોય છે. જોકે સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોની અણઆવડત તેમજ સરકારની ઉદાસીન વલણ કારણે કારણે દર્દીઓ ન છૂટકે ખાનગી હોસ્પિટલમાં જવા મજબુર બન્યા છે. મોરબી સીવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી તબીબોની ઘટ્ટ છે ખાસ કરીને ઓર્થોપેડિક તબીબ,કાનનાક ગળા નાક ગળા તબીબ,તેમજ મેડિકલ ઓફિસરની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે જેના કારણે સીવીલ હોસ્પિટલની સ્થિતિ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી થઈ ચૂકી છે. આ ઉપરાંત ફાર્મસીસ્ટની માત્ર 2 જગ્યા જ ભરાયેલ છે જેના કારણે નર્સિંગ સ્ટાફ પાસે દવા લેવાની સ્થિતિ બની છે. આ ઉપરાંત લેબોરેટરીમાં પણ માત્ર પેથોલોજીસ્ટ એક જ ફરજ બજાવી રહ્યા છે માઇક્રોબાયોલોજિસ્ટ સહિતના સ્ટાફની જગ્યા ખાલી છે અથવા માનદ સેવા ફરજ બજાવી રહ્યા છે.

સીવીલ હોસ્પિટલમાં રેડીયોલોજીસ્ટની જગ્યા વર્ષોથી ખાલી છે જેના કારણે રાજય સરકાર દ્વારા લાખોની કિંમતના ફાળવામાં આવેલ સિટી સ્કેન મશીન,સોનોગ્રાફી મશીન બંધ છે પરિણામે દર્દીઓને એક એક રિપોર્ટ માટે રૂ2000થી 3000 સુધીનો ખર્ચો થઈ રહ્યો છે આ બાબતે અગાઉ અનેક સામાજિક સંગઠન તેમજ રાજકીય આગેવાનો અનેક રજુઆત કરવા છતાં સ્થિતિ જે સે થે જેવી બની ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW