HomeGujaratગોંડલ યાર્ડમાં લાલ મરચાની મબલક આવક, બહાર લાગી 5 કિ.મી. લાંબી વાહનોની...

ગોંડલ યાર્ડમાં લાલ મરચાની મબલક આવક, બહાર લાગી 5 કિ.મી. લાંબી વાહનોની લાઈન

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે લાલ મરચાની બમ્પર આવક થઈ હતી. 50 હજાર ભારી મરચાની આવક થઈ હોવાનું સત્તાધીશો જણાવી રહ્યાં છે. તો બીજી તરફ યાર્ડની બહાર મરચા ભરેલા એક હજારથી વધારે વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

સૌરાષ્ટ્રના વિવિધ યાર્ડોમાં ગરમ મસાલાની આવક શરૂ થઈ ગઈ છે. ત્યારે સૌથી મોટા એવા ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે સવારથી જ મરચાની આવક વહેચવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યાં હતાં. એક હજારથી વધારે વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈન લાગી હતી. ગોંડલ યાર્ડમાં 20 કિલો મરચાના રૂ. 800થી 3500 સુધીના ભાવો બોલાયા હતાં. ગોંડલ યાર્ડમાં જામનગર, જૂનાગઢ, જામકંડોરણા, રાજકોટ, ગોંડલ, જેતપુર અને કોટડાસાંગાણી તાલુકાના અનેક ખેડૂતો મરચા વહેચવા માટે આવ્યાં હતાં.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW