કચ્છમાં આવેલું હરામીનાળા વિસ્તારમાં અવાર નવાર ચર્ચામાં આવી રહ્યો છે. ત્યારે આજે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી બીએસએફની 59 બટાલીયન દ્વારા 11 જેટલી પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. તેમજ આ સમગ્ર વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

પાકિસ્તાન સરહદે આવેલા લખપત તાલુકાના અતિસંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં ગુરૂવારે વહેલી સવારથી સીમા સુક્ષા દળ દ્વારા ઘુસણખોરોને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરાઈ છે. જેમાં આજે હરામીનાળા વિસ્તારમાંથી અલગ અલગ સ્થળેથી આશરે 11 જેટલી પાકિસ્તાનની બોટને ઝડપી લેવામાં આવી છે. તો આ દરમયાન એક પખવાડીયા પૂર્વે પાકિસ્તાન દ્વારા દેશની જળસીમાએથી ભારતના માછીમારોનું અને બોટોનું પાક મરીન દ્વારા અપહરણ કરવાની ઘટનામાં પણ વધારો થયો છે.

એક માસ પૂર્વે સરક્રિક પાસેથી ત્રણ બોટ સહિત એક પાકિસ્તાન માછીમારને ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે આજે ફરી એકી સાથે 11 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાતા બીએસએફની 59 બટાલિયન દ્વારા આ વિસ્તારમાં સઘન ચેકીંગ હાથ ધરાયું છે.

