એક્શન ફિલ્મોના ચાહકો માટે ગુડન્યુઝ આવ્યા છે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ આવી રહી છે. જેમાં અક્ષય અને ટાઈગર એક્શન સીન કરતા જોવા મળશે. બોલીવુડના એક્શન સ્ટાર અને ડાન્સસિંગ સ્ટાર ફરી ફિલ્મી પડદે જોવા મળશે. અક્ષય અને ટાઇગર શ્રોફ ની નવી ફિલ્મ બડે મિયા છોટે મિયાનું ટિઝર રિલીઝ થયું છે. જે એક્શન ફિલ્મોના ચાહકોને પસંદ આવ્યું છે. પહેલી વખત ટાઈગર અને અક્ષય એકસાથે ફિલ્મ કરી રહ્યા છે. આ પહેલા અમિતાભ અને ગોવિંદા ની ફિલ્મ બડે મિયા છોટે મિયા આવી હતી.
જ્યારે નવી ફિલ્મ અલી અબ્બાસ ઝફરે બનાવી છે. ક્રિસમસના દિવસોમાં એટલે કે ડિસેમ્બર ના સમયમાં રિલીઝ થાય એવું અનુમાન છે. આ ફિલ્મમાં જુની ફિલ્મ બડે મિયા છોટે મિયા નો એક ટ્રેક પણ સંભળાય છે. જૂની અને નવી ફિલ્મ વચ્ચે કોઈ કનેક્શન નથી. સામે આવેલા ડીઝલમાં બંને કલાકાર માર્શલ આર્ટ કરી રહ્યા છે. કોરોના lockdown બાદ ધીમે ધીમે હવે ફિલ્મ પ્રોડક્શન થઈ ગયું છે

