ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા રવિવારથી એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છે. રોહિત શર્મા હવે ફુલ ટાઈમ કેપ્ટન બની ગયો છે. જે રવિવારે પહેલી વખત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. લાંબા સમય સુધી વિરાટે આ જવાબદારી નિભાવી હહતી. હવે સ્થિતિ બદલી છે. રોહિત શર્માએ શનિવારે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં પોતાના પ્લાન અંગે પણ ચોખવટ કરી હતી.
રોહિત શર્માએ કહ્યું કે, ટેસ્ટમાં કેવી રીતે રમવું એ અંગે મારી પાસે સલાહ માગવામાં આવી હતી. રોહિતે સ્પષ્ટતા કરી કે, અમારે કેટલીક વસ્તુઓ બદલવાની જરૂર નથી. માત્ર પરિસ્થિતિના હિસાબથી ફેરફાર કરવાની જરૂર છે. અમે છેલ્લા કેટલાક સમયમાં બેસ્ટ પર્ફોમ કર્યું છે. માત્ર એક સીરિઝ હારી જવાથી કોઈ પેનિક કરવાની જરૂર નથી. વન ડે ક્રિકેટમાં અમે જીતવા માટે મેદાન પર ઊતરીશું. આ માટે અમારા પ્રયાસો પણ બેસ્ટ છે. જે ફેરફાર કરવાની જરૂર પડશે એ હવે અમે જરૂર કરીશુ. પણ અચાનક બીજી કોઈ ટીમની જેમ રમવાનું શરૂ ન કરી શકાય. અમારી ગેમ અલગ છે. જે કંઈ નવું અને અલગ કરવાનું થશે એ માટે અમે તૈયાર છીએ. પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી એક પ્લેયર અને બેટ્સમેન તરીકે આ મેચમાં રમશે. તે ટીમ ઈન્ડિયાનો મહત્ત્વનો ખેલાડી છે. વિરાટે જ્યાંથી જે વસ્તુઓ અધુરી મૂકી છે એને ત્યાંથી આગળ લઈ જવી છે. દરેક પ્લેયરને પોતાની જવાબદારી ખબર છે. કોઈ ખાસ ફેરફાર નથી. બસ સ્થિતિ પારખીને રમવાનું છે. મારે કોઈ મોટા ફેરફાર કરવાની હાલ તો જરૂર નથી.
પહેલી વખત વિરાટ કોહલી એક પ્લેયર તરીકે રોહિત શર્માના નેતૃત્વમાંથી રમશે.T20 વિશ્વકપ પહેલા તેણે T20 ક્રિકેટ ફોર્મેટની કેપ્ટનશીપ છોડી હતી. જ્યારે આ વર્લ્ડકપ બાદ એની પાસેથી વન ડેની કેપ્ટનશીપ લઈ લેવામાં આવી હતી. સાઉથ આફ્રિકા બાદ વિરાટે ખુદ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. આગામી વર્ષોમાં ભારતે બે મોટા વર્લ્ડકપ રમવાના છે. રોહિતે ક્હ્યું કે, કેટલાક નવા છોકરાઓ છે. જેણે ખાસ કોઈ વન ડે મેચ રમી નથી. એવામાં એમને સંપૂર્ણ રીતે સપોર્ટ કરવામાં આવશે. અમારી પાસે હાલ આનો સમય છે. આવનારા વર્ષોમાં ઘણી વસ્તુઓ પર કામ કરવામાં આવશે. જો એ કામ નહીં આવે તો અમારી પાસે પ્લાન બી છે. ટોપના બેટ્સમેને સતત સારૂ પર્ફોમ કર્યું છે. જે સતત પર્ફોમ કરશે એને આગળના મેચમાં ચાન્સ અપાશે. કારણ કે અત્યારે શિખર, ઋતુરાજ કોરોનાને કારણે આઈસોલેટ છે. એટલા ઈશાન કિશનને પહેલી મેચમાં ચાન્સ આપીએ છીએ. ફિનિશરનો રોલ ઘણો મોટો અને જરૂરી હોય છે. ધોની અને હાર્દિક પંડ્યાએ સારૂ કામ કર્યું હતું. હવે આગળ આ અંગે વિચારીશું.

ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ વન ડે અને T20 સીરિઝ રમશે. ટીમ ઈન્ડિયા માટે આ એક ડોમેસ્ટિક સીઝનની શરૂઆત છે. આ પછી શ્રીલંકાની ટીમ ભારતમાં આવવાની છે. જેની સામે ટેસ્ટ મેચ અને T20 સીરિઝ રમાશે. એવું મનાય છે કે, રોહિત સિવાય ટેસ્ટ ટીમ માટે ટીમ ઈન્ડિયાને કોઈ બીજો કેપ્ટન પણ મળી શકે

