HomeGujaratCentral Gujaratબોલો ખુદ પોલીસ જ બની છેત્તરપિંડીનો શિકાર, રૂ.25 લાખનો ચુનો લાગ્યો

બોલો ખુદ પોલીસ જ બની છેત્તરપિંડીનો શિકાર, રૂ.25 લાખનો ચુનો લાગ્યો

આમ તો આપણા રાજ્યામાં સબ સલામતના દાવા કરવામાં આવે છે. પણ હવે ગઠિયા અને ભેજાબાજ એવા ચાલાક થઈ ગયા છે કે, પોલીસ પણ એની માયાજાળમાં ક્યારેક ફસાઈ જાય છે. આવો જ એક કિસ્સો મહાનગર અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા ASI સાથે છેતરપિંડીની ફરિયાદ થતા મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ગેરેન્ટ રિટર્ન આપવાનું કહીને રૂપિયા 25 લાખની ASI સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

કંટ્રોલ રૂમમાં ફરજ બજાવનાર ASIને રોકાણનાં બદલામાં ગેરેન્ટ રિટર્ન આપવાની લાલચ આપી રૂપિયા 25 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જેને લઈને ASIની પત્નીએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસકર્મી જયસુખભાઈ કાછડિયાનો સંપર્ક 2019માં કેપિટલ ઇન્વેસ્ટ કંપનીનાં રિશી કાલેરિયા અને પૂજા શાહ શાહીબાગ ખાતે પોલીસ કમિશનર કચેરી ખાતે TDSનું કામકાજ કરતા હતાં. એ સમયે તેઓ પરીચયમાં આવ્યા હતા. વર્ષ 2019માં જયસુખ કાછડિયા કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીની PMS કંપનીની ગેરેન્ટ રિટર્ન સ્કીમ સમજાવેલી અને તેમની કંપની શેર બજારમાં ટ્રેડિંગ કરતી હોવાંથી કંપની નફો કરે તો એમાં રોકાણ કરતા માસિક 2થી 3 ટકા વ્યાજ મળે તેવી ખાતરી આપેલી.

પણ આ ખાતરી ખોટમાં પુરવાર થશે એવી ક્યાં ખબર હતી. ASIએ રૂપિયા 30 લાખનું રોકાણ કરાવીને ગેરેન્ટ રિટર્ન આપવાનો વિશ્વાસ આપી કટકે-કટકે રૂપિયા 4 લાખ 26 હજાર રિટર્ન આપ્યા હતાં. પણ 25 લાખ રૂપિયા જેટલી રોકાણની રકમ પરત નહીં આપેલ. જેને ધ્યાનમાં રાખી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ કંપનીનાં સંચાલક અનિલભાઈ કારોલિયા અને ટેક્નિકલ એનાલિસ્ટ તરીકે કામ કરતા પૂજા શાહ સામે ક્રાઇમ બ્રાન્ચમાં વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW